Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
267
, હૃદય નયન નિહાળે જગધણી
5
આવી છે. સ્વરૂપચિંતક શ્રીયુત્ પનાલાલ જગજીવનદાસ ગાંધીએ ૨૫૫ નામથી પરમાત્માની ગુણસંપન્નતાની અને એની સામે સંસારી આત્માની ગુણહીનતાની યાદી બનાવી પરમાત્મસ્વરૂપની ઓળખ કરાવી છે. જે પરિશિષ્ટમાં જોઇ જવા ભલામણ છે. વ્યક્તિની ઓળખ સંજ્ઞાથી-નામથી છે. પરંતુ વ્યક્તિત્વની ઓળખ એના ગુણથી છે. વ્યક્તિની વ્યક્તિ તરીકેની મહત્તા એના વ્યક્તિત્વથી છે-ગુણથી છે.
ભગવાન, ભગવાન બની જતાં વિદેહી થવાથી વ્યક્તિ મટી જઈ સમષ્ટિ બની ગયા હોય છે. એમની ઓળખ એમની ભગવત્તાપ્રભુતા-ગુણથી જ હોય !
ગુણીજનને એના ગુણથી ઓળખીએ તો એ ગુણીજન પ્રત્યે હૈયાના ઊંડાણમાંથી આદર-બહુમાન-સન્માન-અહો ! અહો ! ના ભાવ જાગે. અને પછી એ ભક્તિભર્યા ભીના-ભીના હૈયાની વંદના થાય, એ સાચી ઇચ્છાયોગની વંદના-નમસ્કાર થાય. એક વખત સાચા ઇચ્છાયોગના વંદન-નમસ્કાર આવે તો આગળ જતાં તે જ ભવે કે ભવાંતરે શાસ્ત્રયોગના વંદન-નમસ્કાર આવવાની સંભાવના રહે; જે, સામર્થ્યયોગની વંદનામાં પ્રયાણ કરાવે. એ સામર્થ્ય યોગમાં વંદનાથી ઉપરના પ્રણામ થાય એટલે કે પરિણમનરૂપ વંદના થાય!
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને કરાયેલ ભાવપૂર્વકની વંદનાથી આપણા અંતરમાં રહેલ પરમાત્મા આપણી પર્યાયમાં પ્રગટ થાય છે. એ પરમાત્માને પામવા માટે પ્રેમ એ સંજીવની છે. પ્રેમના સ્પર્શથી ચેતન રસરૂપ બની જાય છે અને રસ એ જ પરમાત્મા છે રસેશ્વર છે.
-
દૃશ્ય જગતના સૌ કોઇ જડ-ચેતન પદાર્થો પ્રેમના ભાજન છે. સૌ પ્રત્યે જેઓ પ્રેમથી ઢળે છે તે જ પરમાત્માને પામી શકે છે.
જે સદા ચેતતો રહે. ચૈતન્ય (આત્મ) ભાવમાં રહે અને જડ (અનાત્મ) ભાવમાં-પુદ્ગલભાવમાં જતાં અટકાવે તે ચેતન.