Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
269
હૃદય નયન નિહાળે જગધણી 卐
કવિરાજશ્રી આનંદઘનજી કહે છે કે એવી રીતે સુપાર્શ્વજિન અનેકાનેક નામાભિધાનના ધારક છે. એમના ગુણો અનંતાનંત છે, તેથી એમના અનંતાનંત નામ છે. છતાં પાછા કહેવાય છે અનામી ! કારણ કે નામકર્મનો નાશ થઇ ગયો છે તેથી હવે રૂપ ધારણ કરવાપણું રહ્યું નથી એટલે કે રૂપરૂપાંતરતા નથી પણ નિત્ય એકસ્વરૂપી છે તેથી અરૂપી છે. અરૂપી છે માટે અનામી છે. રૂપ છે તેને નામ છે. ભગવાનનું એક જ રૂપ-સ્વરૂપ એક જ આકાર છે તેથી નિરાકાર છે. એમ એક જ નામ છે. પરમાત્મા તેથી અનામી છે. કારણ કે પુદ્ગલ આધારીત નામનામાંતરપણું રહ્યું નથી. જે નામ છે તે બધા સ્વરૂપને જ ઓળખાવનારા છે. ભગવાનના બધાંય ગુણનામોનો લક્ષ્યાર્થ એક જ પરમાત્મા છે. વળી બધાંય ગુણનામો સાર્થક છે અને અવિરુદ્ધ છે.
संसाराऽतीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद् ध्येकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।। सदाशिवः परं ब्रह्म सिद्धाऽऽत्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमाऽऽदिभिः ।।
યોગદૃષ્ટિ સમુચ્ચય
સંસારથી પર એવું નિર્વાણ નામનું મોક્ષતત્ત્વ છે. તે જુદા-જુદા શબ્દોથી બોલાતું હોવા છતાં વાસ્તવિક રીતે એક જ છે.
-
સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, વિગેરે સાર્થક અનેક શબ્દોથી તે એક નિર્વાણ જ કહેવામાં આવે છે.
‘‘દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ શુદ્ધ નિરંજન એક રે...’
વસ્તુના સાક્ષી છો તે વસ્તુ થઈ ગઈ કહેવાય પણ કરી એમ નહિ કહેવાય.