Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
270
-
આ
માત્ર નામોચ્ચાર – શબ્દોચ્ચારથી આ ગુણનામોના વિચારને એટલે કે તેના અર્થ કે સમજને પામી શકાતું નથી. અથવા તો ગુણીના ગુણગાન ગાવા માત્રથી એ ગુણી જેવાં ગુણી થવાતું નથી. એ ગુણીના ગુણોને જીવનમાં ચરિતાર્થ કરવાથી, જીવન ગુણમય બનાવવાથી, ગુણનો ઉપભોગ-ગુણવેદન-ગુણ અનુભવન કરવાથી ગુણગમ્યતા એટલે કે ગુણસુખ-ગુણાનંદ અનુભવાય છે.
ગળપણ ગળી વાનગીઓને મીઠાઇ સમજવી એ વિષય પ્રતિભાસજ્ઞાન છે. પ્રત્યેક મીઠાઈને તેના વિશિષ્ટ નામથી જાતે ઓળખવી તે સ્વરૂપજ્ઞાન છે. પરંતુ મીઠાઇ, જાતે ખાઇને તેનો રસાસ્વાદ માણવો તે તત્ત્વસંવેદન છે. આત્મા વિષેના આત્મજ્ઞાનમાં વિષય પ્રતિભાસ અને સ્વરૂપજ્ઞાનથી આગળ વધી તત્ત્વસંવેદન સુધી પહોંચીએ તો આત્માનું આસ્વાદન એટલે કે આત્માનંદ માણવા મળે.
ચોથાથી છઠ્ઠા ગુણઠાણે આત્માનંદ ચખાય છે. સાતમા ગુણઠાણે આત્માનંદમાં રમાય છે. ૮માથી ૧૨મા ગુણઠાણે આત્માનંદ મણાય છે અને ૧૩મા ગુણઠાણા પછી આત્માનંદમાં રહેવાય છે.
જે કોઈ ગુણી શ્રીસુપાર્શ્વનાથ તીર્થંકર પરમાત્માને વંદન કરીને એમના નામના ગુહ્યાર્થને-ગુણાર્થને જાણશે અને પોતામાં એ ગુણનું અવતરણ કરશે તેનો અવતાર આનંદઘન અવતાર થઇ જશે !!!
સ્તવન રચયિતા, જ્ઞાની, ભક્તયોગી, આનંદઘન અને સાથે સ્તવનના પાઠક અમો, અમારા આનંદઘન સુપાર્શ્વજિનને સ્વયં આનંદઘન બનવા વંદીએ છીએ !!!
અજ્ઞાની નાટક કરે છે તેથી તેના સંસારનો અંત નથી આવતો.