Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
260
સાધ્ય-તત્ત્વ, મોક્ષ-તત્ત્વ છે; એ જ પરમ ઇચ્છનીય પરમેષ્ઠી પદ છે. એ પરમતત્ત્વ પરમેષ્ઠી પદને પામનાર અને આપનારા આપ છો, તેથી જ આપ પરમ પદારથ પરમેષ્ઠી છો !!! પંચ પરમેષ્ઠીમાં પ્રથમપદે બિરાજમાન છો, તેથી પણ આપ “પરમેષ્ઠી’ છો!
આપ દેવોના પણ દેવ એવા દેવાધિદેવ છો ! કરોડો દેવો સ્વયં આપની સેવામાં હાજરાહજુર છે. દેવેન્દ્રો સમવસરણની રચના કરી રહ્યા છે, દુંદુભિનાદ, દિવ્યધ્વનિ કરી રહ્યા છે, ચરણકમળમાં સ્વર્ણકમળ બિછાવી રહ્યા છે, સૂરપુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, ચામર વીંઝી રહ્યા છે, દેવઋદ્ધિ પણ આપની રિદ્ધિ આગળ ઝાંખી પડે છે, એવા આપ સુપાર્શ્વજિનેસર દેવાધિદેવ છો-પરમદેવ છો !!! તેથી જ દેવો હર્ષોલ્લાસપૂર્વક ધન્યજન્મોડસિ! કૃતપુણ્યોડ ! પ્રિયન્તામ ! પ્રિયન્તામ ! પુણ્યાડયું ! પુણ્યાવહ ! ના પુનિત ઉચ્ચારો સાથે આપના જન્મકલ્યાણક સહિત પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. ચક્રવર્તીઓ એમના ચક્રવર્તીપણાને અને દેવો એમના દેવપણાને આપના ચરણે ધરી દે છે. આપ સિવાય કોણ અન્ય પરમદેવ' હોય શકે?!!! કોડીગમે ઉભા દરબારે, વહાલા મારા જય મંગલ સુર બોલે રે, ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે.
. . લાગે અને મીઠી રે...” - આપ સ્વયંભૂ તો છો જ! તેથી જ આપ સ્વતઃ સિદ્ધ-સ્વયંસિદ્ધ છો, એટલે જ આપ “પ્રમાણરૂપ” પ્રમાણભૂત છો ! માટે જ આપ સુપાર્શ્વપ્રભુ પર માન'ને અર્થાત્ પરાકાષ્ટાના અપાર પરમ માનને-સન્માનને લાયક છો !!! પ્રકૃષ્ટભાવે, આપ સુપાર્શ્વજિનને વાંદીએ છીએ અને
પૈસા મળ્યાં એ પુણ્યોદય પણ પૈસા ગમ્યા એ પાપોય.