Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
આપની ભવતારિણી દેશના સાંભળી તેમાંથી યોગ્ય જીવો સમ્યક્ત્વ પામતા હોય, વિરતિ સ્વીકારતા હોય, ગુણારોહણ કરી શ્રેણિ માંડી કૈવલ્યને પામતા હોય; એવું ઐશ્વર્ય કોને હોય ? આવું ઐશ્વર્ય આપ સિવાય અન્યમાં ક્યાં જોવા મળે ?!!! આવું ઐશ્ચર્ય જ્યાં જોવા મળે તે પણ એક ઐશ્વર્ય છે !!! પાંચેય ઈન્દ્રિયોને તૃપ્ત કરનાર અને લેશ માત્ર બહેકાવનાર નહિ પણ ભૂખ, તરસ, સમયનું ભાન ભૂલાઈ જાય એવું, મંત્રમુગ્ધ સ્થિરચિત્ત ઉપશાંત બનાવનારું, શાતાદાયી, સ્વરૂપદાયી આપનું એશ્વર્ય છે. દેવ અને માનવ તો શું પણ જન્મજાત વેરી, તિર્યંચો પણ એક હારે બેસી, વેર ભૂલીને અહિંસક ભાવે શાંત ચિત્તે, આપના અનુપમ અદ્ભૂત એશ્વર્યને પીતા હોય છે!!!
A
258
"
“ત્રિગડે રતન સિંહાસન બેસી
વ્હાલા મારા ચિહું દિશી ચામર ઢળાવે રે;
અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે મુને મીઠી રે...’’
સુપાર્શ્વપ્રભુ આવા સંસારના સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી ‘પરમેશ્વર’ છે.
વળી આ અમારા સુપાર્શ્વનાથ પ્રભુ ‘પરધાન’ એટલે કે પ્રધાન છે. મુખિયા-સર્વશ્રેષ્ઠ છે. સ્વયં તો પ્રધાન છે જ ! કારણ કે અરિહન્તના અરિહંતપણાથી તીર્થપ્રવર્તન છે. તીર્થપ્રવર્તન છે તો જ સદ્દભાવ, સદાચાર, સમ્યક્ત્વ, દેશિવરતિ, સર્વવિરતિ, વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શીતા, સિદ્ધત્વની પ્રાપ્તિ છે. તીર્થપ્રવર્તનથી તીર્થ અને તીર્થંકરભક્તિ છે. તીર્થંકર-ભક્તિ છે તો પુણ્યની પ્રાપ્તિ છે અને પુણ્યની ઉપલબ્ધિ છે તો પુણ્યોદયે કરીને ચક્રવર્તી, દેવેન્દ્ર, સુરેન્દ્રાદિ પદની
આત્મા સ્વગુણને પરણવાને બદલે પુદ્ગલને પરણ્યો, એ રાજકુંવરી ઢેડને પરણ્યા જેવું થયું છે.