Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
259
હૃદય નયન નિહાળે જગધણી
પ્રાપ્તિ ને પ્રતિષ્ઠા છે. આમ એ પ્રધાનતાના પ્રદાયક હોવાના કારણે પણ પ્રધાનતા છે. વિશ્વ સમસ્તની સર્વ પ્રધાનતાના મૂળમાં પ્રધાન એવા પ્રભુની પ્રધાનતા છે. અરિહંત ભગવંતો અન્યને મુખ્ય પ્રેરક બનતા હોવાથી ખુદ તીર્થકર ભગવંતો પણ “નમો તિથસ્સ” કહી તીર્થને પ્રણામ કરે છે.
કેવળી ભગવંતો પણ તીર્થકર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દેવાનો આચાર જાળવીને સમવસરણમાં બિરાજે છે. "
ભવતારિણી રત્નત્રયીના દાતા તીર્થંકર અરિહન્ત ભગવંત છે. બધાંય દાનના મૂળમાં રત્નત્રયી છે. એ જ પ્રમાણે તત્ત્વત્રયીદેવ-ગુરુધર્મમાં ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વના જનક દેવ તે અરિહંતદેવ-તીર્થકર ભગવંત છે. તેથી અરિહંત પ્રધાન-મૂખ્ય છે.
કાળનો પરિપાક થવામાં, સ્વભાવના પ્રગટીકરણમાં, ભવિતવ્યતાના ભવનમાં અને મુક્તિની પ્રાપ્તિમાં જો કોઈ પ્રધાન કારણ હોય તો તે અરિહન્ત ભગવાન છે. માટે જ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી અરિહંતને બિરદાવતા ગાય છે.... .
કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ સબળ મુજ વિશ્વાસો રે.
વિષચક્રમાંથી સિદ્ધચક્ર-અમૃતચક્રમાં લઈ જઈ સિદ્ધપદે બિરાજમાન કરનાર સિદ્ધચક્રમાં કેન્દ્રસ્થાને અરિહંત છે. વળી નમસ્કાર મહામંત્રમાં પ્રથમ નમસ્કાર “ણમો અરિહંતાણં' પ્રથમ પદથી અરિહંતને કરવામાં આવે છે. આ અરિહન્તપદની પ્રધાનતા સૂચવે છે.
પરમ પદારથ એટલે કે પરમ તત્ત્વ જે નવ તત્ત્વોમાનું છેલ્લુ-પરમ
પરને બચાવવા માટે જે આક્રમણ કરાય-વીર્ય ફોરવાય, તેને પરાક્રમ કહેવાય છે.