Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી ,
264
પામ્યા પહેલા અથવા તો આત્મસ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન થયા પહેલા આ જીવ રાંકડો હતો, દરિદ્રી હતો, અનાથ હતો. તેનું હિત ઈચ્છનાર કોઈ ન હતું. યોગક્ષેમનું વહન કરનારા પ્રભુ મળવાથી જીવ અનાથમાંથી સનાથ બન્યો. માટે જ પ્રભુનું “જગનાથ” એ યોગીરાજે વાપરેલું વિશેષણ સાર્થક છે-યર્થાથ છે.
“અઘ” એટલે પાપને પાપ તરીકે ઓળખાવનાર, પાપના મૂળ દોષની જાણકારી આપનાર, પાપના ફળ દુઃખની દારુણતાનો ચિતાર આપનાર-કર્મ વિપાક બતાડનાર ભગવાન સુપાર્શ્વજિન છે. તેમ કરવા દ્વારા અઢારેય પાપસ્થાનકથી દૂર રાખનાર હોવાથી સવ્વ પાવપ્પણાસણોસર્વપાપ પ્રણાશક એવા સુપાર્શ્વ જિનેશ્વર અરિહંતને કરેલ નમસ્કાર છે. માટે સુપાર્શ્વજિન “અઘહર” - પાપહર્તા છે.
પ્રભુ સમ્યગ્દષ્ટિ, સમ્યજ્ઞાન આપી સમ્યમાર્ગ બતાડી સર્વ પાપથી છોડાવનાર અને નિષ્પાપ, મુક્ત, સિદ્ધાત્મા-પરમાત્મા બનાવનાર હોવાથી સુપાર્શ્વજિન “અઘમોચન” છે.
રાઈ પ્રતિક્રમણમાં વહેલી સવારે શ્રી સીમંધર સ્વામીને વંદના કરતાં દુહામાં ગાઈએ છીએ...
“રાંક તણી પરે રડવડ્યો, નિરધણીઓ નિરધાર;
શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર.” આ સંસારમાં અશરણને શરણમાં લઈ, સાચું શરણું આપી, નોંધારાનો આધાર બનનાર, અનાથને સનાથ બનાવનાર, પ્રભુ, સુપાર્શ્વજિન આપ અમ નધણિયાતાના ધણી-શેઠ-માલિક છો. આપ તો, આપના આ દાસને સેવકને, આપના જેવો જ શેઠ-માલિક બનાવનારા, પોતાની પદવી
આત્મા અસ્તિત્વરૂપે તો છે જ પણ વસ્તૃત્વરૂપે ઓળખાય તો પરિણમન સાયું થવા માંડે અને
અસ્તિત્વ વ્યક્તિત્વરૂપે પાંગરે.