Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી -
256
પામે. પ્રભુ સુપાર્શ્વનાથ આવા અબાધિતયોગવાળા છે, તેઓશ્રીને અમો મન-વચન-કાયયોગે ત્રિવિધ ત્રિવિધ ભાવસભર હૈયે વંદના કરીએ છીએ!! પ્રભુ પ્રત્યે ઉછળતું બહુમાન આવે ત્યારે જે હૃદયભેદક હૃદયોદ્ગાર સરી પડે છે તે અત્રે જોવા મળે છે !!! પ્રભુ ગુણસ્તવના એ વાસ્તવમાં તો પોતાના આત્માના શુદ્ધ ગુણોની જ સ્તવના છે.
પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ૮૬
પાઠાંતર : “પરમેશ્વર ને સ્થાને “પરમેસર” અને “પરમેષ્ઠી'ના સ્થાને “પરમીઠ્ઠી” છે.
શબ્દાર્થઃ સુમતિ! આ સુપાર્શ્વજિન સર્વશ્રેષ્ઠ પુરુષ છે, સર્વશ્રેષ્ઠ આત્મા છે, ઈશ્વરોના પણ ઈશ્વર એવા પરમેશ્વર, સર્વોત્તમ છે. | સર્વોત્તમ તત્ત્વ છે, સર્વાધિક ઈચ્છનીય-ઈષ્ટ છે, દેવોના પણ દેવ એવા દેવાધિદેવ-પરમદેવ છે તેથી સર્વોત્કૃષ્ટ માન-પર(પરમ) માનને પાત્ર સ્વયંભૂ સ્વયંસિદ્ધ પ્રમાણભૂત છે. આવા સુપાસીજનને પ્રકૃષ્ટભાવે વંદીએ- સમર્પિત થઈએ !!! - લક્ષ્યાર્થ-વિવેચન : ઈશ્વરની વિધેયાત્મક અને નિષેધાત્મક ઓળખાણ કરાવ્યા બાદ, હવે આ ગાથામાં અવધૂતયોગી આનંદઘનજી પ્રભુની પરમતાનો પરિચય કરાવી, પ્રભુ પ્રત્યેના આપણા ભાવને પ્રકૃષ્ટતાનો ઓપ ચઢાવી રહ્યા છે.
કવિરાજ પરમ શબ્દના પ્રયોગથી પ્રભુની પરાકાષ્ટાની સર્વોચ્ચ સિદ્ધિના દર્શન કરાવી રહ્યા છે.
મોક્ષ માટે કાંઈ કરવાનું નથી પણ જે કર્મનો માલ ભર્યો છે તેને ખાલી કરવાનો છે. ભાર ઉતારવાનો છે.