Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ઋષભદેવજી
34
પણ ધર્માનુષ્પન કરવાની પ્રભુની આજ્ઞા નથી. આ વાત જીવમાત્રએ હૃદયપટ ઉપર અંકિત કરવા જેવી છે. કોઈને પણ અવિશ્વાસની નજરે કે શંક્તિ દૃષ્ટિએ જોઈએ તો ઉપરોક્ત ફળ નાશ પામે છે. આપણા બધાંય ભક્તિ-અનુષ્ઠાનોમાં જીવદયાને આ હેતુથી જ સાંકળી લેવાઈ છે.
દ્રવ્યપૂજા કરતાં કરતાં પૂજકની પૂજ્ય સાથે જે એકાત્મતાભાવાત્મકતા સધાય છે, તે ભાવપૂજા દ્વારા વિશેષે શક્ય બને છે, તેનાથી ચિત્ત પ્રસન્ન થાય છે, મન બાગ બાગ થઈ જઈ પુલકિત થાય છે અને રુંવાડા ખડા થઈ જતાં રોમાંચિત થવાય છે. આહૂલાદકતા છવાઈ જાય છે. કંઈક કર્યાનો અને કૃતકૃત્ય થયાનો આત્મસંતોષ થાય છે. આવી જે એકાત્મતા સધાય છે તે જ અખંડિતતામાં પરિણમે છે.
આપણો આત્મા કપટરહિત નિઃશલ્ય બની, આશંસા અને પ્રશંસા રહિત થઈ પ્રભુને સમર્પિત થાય છે; ચેતના જ્યારે ચેતનને સમર્પિત થયેલી, ન્યોછાવર થયેલી રહે છે ત્યારે જ પુલકિતમના પ્રસન્નચિત્ત બનાય છે. એ જ મનઃ સ્થિતિ સમસ્થિતિ-સમરૂપતા તરફ એટલે કે આનંદના નક્કર ઘનસ્વરૂપ તરફ દોરી જનારી કેડી અર્થાત્ પદરેહ-પદરેખા એવી પગદંડી બની રહે છે.
“રેહનો અર્થ હિંદી શબ્દકોષ પ્રમાણે ઊખર એટલે કે ખારાપાટ વાળી બંજર બીનઉપજાઉ જમીન એવો થાય છે. રેહ શબ્દના આવા અર્થથી અર્થઘટન કરીએ તો મનઃસ્થિતિ એવી થાય છે કે પછી કર્મના પાકનો ફાળ નહિવત્ થઈ જાય છે કે પછી સદંતર અટકી જાય છે. રેહ'નો અર્થ રેખા કરીએ તો તે પરમપદ એવા આનંદઘન સ્વરૂપ પરમાત્મપદ ઉપર દોરી જતી-લઈ જતી “રેખા' છે. અથવા જો ‘રેખા'નો અર્થ લક્ષ્મણરેખા' (Line of demarkation) મર્યાદારેખા કરીએ તો પ્રભુપૂજાના
વિપક્ષે રાહત ત્યાં સ્વપક્ષે સમકિત અર્થાત સમકિતી સહુને સાનુકૂળ બની રહે.