Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી અજિતનાથજી
આરાનો કાળ નથી, કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી, યથાખ્યાત ચારિત્ર નથી પણ હજુ આજેય મોક્ષમાર્ગ તો છે ને? ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ મહાવીરસ્વામીજીના શાસનની અવિચ્છિન્ન પરંપરા તો ચાલુ જ છે ને? ભલે કેવળજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતકેવળી નથી પણ પ્રભુના ચાહક અને વાહક સમ્યજ્ઞાની ગુરુભગવંતો તો છે. ભલે દ્વાદશાંગી નથી. પણ ૪૫ આગમ તો છે. તરવાને માટે, પાર ઉતરવા ભલે જહાજ નથી મળ્યું પણ હોડકું કે ટકી રહેવા પૂરતું પાટીયું તો મળ્યું જ છે. મોક્ષમાર્ગે અડધે રસ્તે, સાતમા અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકની સ્પર્શના તો થઈ શકે એમ છે. ભગવાન સ્વયં ભાખી ગયા છે કે ઘસાતું ઘસાતું પણ શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલવાનું છે કે જ્યારે પાંચમા આરાના છેડે દુષ્પસહસૂરિ આચાર્યના કાળમાં માત્ર એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાનો બનેલો ચતુર્વિધ સંઘ દશવૈકાલિક સૂત્રના માત્ર ચાર અધ્યયન રૂપ શ્રુતજ્ઞાનના આધારે ટકશે.
પૂર્ણનો જોગ છે નહિ. જે કાંઈ જોગ છે તે અપૂર્ણ છે. પૂર્ણ એક ભેદે હોય. અપૂર્ણ અનેક ભેદે હોય. એમાં કાળના ભેદથી પણ ભેદ હોય અને વ્યક્તિના ભેદથી પણ ભેદ હોય તેથી તેમાં એક્તાથી માંડી મધ્યમતા, જઘન્યતા સુધીની ઘણી-ઘણી બધી તરતમતા હોઈ શકે છે. કાળ-કાળે વ્યક્તિએ વ્યક્તિએ બોધની તરતમતા વ્યક્તિગત ક્ષયોપશમના આધારે હોય.
- આજે વર્તમાનકાળમાં જ્યારે દિવ્યનયન ધરાવતા કેવળજ્ઞાની ભગવંતોનો વિરહ પડ્યો છે ત્યારે મોહનીયકર્મના ક્ષયોપશમની વાસનાવાળા (સંસ્કારવાળા) હોય એવા ગુરુઓનો જ બોધ મળે છે. તે બોધ વડે ઉપાદાનની જાગૃતિ કેળવી, મળેલા નિમિત્તોની વફાદારી કેળવીએ તો મોક્ષમાર્ગમાં યથાશક્ય પ્રયાણ થઈ શકે છે. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી,
રસ્વપ્ન બુદ્ધિ એ ભ્રમિત સાંશયિક બુદ્ધિ છે. જાગૃત બુદ્ધિ એ નિઃશંક બુદ્ધિ છે.