Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
191
- હૃદય નયન નિહાળે જગધણી
પાછો ફરશે તો બાકીના જે પહેલે પ્રાણાતિપાતથી લઈ સત્તરમે માયામૃષાવાદ સુધીના સત્તરે પાપનો નિકાલ થશે. રાજાએ કહ્યા મુજબ મોટા પાટવી કુંવરને અડધા હાથી, વચલા કુંવરને ત્રીજા ભાગના અને સૌથી નાના યુવરાજને નવમા ભાગના હાથી આપવાના છે. પરંતુ રાજની હાથશાળામાં સત્તર હાથી છે. એ સત્તર હાથીની; અડધા, ત્રીજા ને નવમા ભાગે વહેંચણી શક્ય નથી. હાથીશાળામાં જે દેખાય છે તે સત્તર હાથી એ દેખાતા-જણાતા સત્તર પાપો છે, જે સર્વ ધર્મના સર્વ લોકોને માન્ય પાપ છે. પરંતુ જે નથી દેખાતું એ અઢારમું મિથ્યાત્વનું પાપ એ ખોટી વિપરીત માન્યતાનું પાપ છે. એ મતિ ભ્રમ-દષ્ટિભ્રમ-દિશામોનું મહાપાપ છે. એ પાપને ઘણા બધા પાપ તરીકે ઓળખતા જ નથી. દૃષ્ટાંતકથામાં અઢારમો હાથી જે. દિવાનને રાજકાર્ય માટે વાપરવા આપ્યો છે, તે રાજની હાથીશાળામાં પાછો આવે તો ૧૭+૧=૧૮ હાથી થતાં, અઢારના અડધા નવ હાથી જે મોટા દીકરા જેવાં મોટા પાપ છે એ પ્રાણાતિપાતથી લઈ નવમે લોભ સુધીના પાંચ અવ્રત અને ચાર કષાય મળી નવ પાપનો નિકાલ થાય. આ નવે પાપો પ્રાયઃ કાયિક પાપો છે. ક્રોધ, માન, માયા અને લોભ કાયચેષ્ટાથી વ્યક્ત થતા હોય છે. પછીના વચલા દીકરાને ત્રીજા ભાગના એટલે કે છ હાથી આપવાના છે. એટલે કે બારમે કલહથી લઈ સત્તરમે મૃષાવાદ સુધીના પાપો પ્રાયઃ વાચિક છે તેનો નિકાલ કરવાનો છે. રતિ-હર્ષ-ગમો અને અરતિઅણગમો પણ વાણીથી વ્યક્ત થતા હોય છે. આ નવ અને છ હાથી રૂપ પંદર પાપોનો નિકાલ થઈ જતાં ત્રીજા દીકરાને બે હાથી આપવાના છે, તે તો સહજ જ અપાઈ જાય છે એટલે કે જીવનમાંથી પંદર પાપો નીકળી જતાં શેષ રહેતાં બે માનસિક પાપો રાગ અને દ્વેષ આપોઆપ નીકળી જાય છે. અઢારમો હાથી રાજનો જ એટલે કે આત્માનો જ હતો
માત્ર જાણકારી એ કાંઈ અધ્યાત્મ નથી. અધ્યાત્મનો વિષય તો અનુભૂતિ છે અને તે અંતિમ પ્રમાણ છે.