Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
207
હૃદય નયન નિહાળે જગધણી 卐
અજ્ઞાન, અભિનિવેશ અને વિષમતાના મનઃસંતાપની પ્રાપ્તિ થતી હોય છે. કર્મના ઉદયને ભોગવતાં આવડી જાય તો નવીન કર્મબંધથી અટકવું સહેલું બને છે. આ માટે નીચે જણાવેલ જિનશાસનની પ્રક્રિયા સમજવી અત્યંત આવશ્યક છે.
મોટે ભાગે કોઈ આપણને પાંચ-દશ ગાળો આપે એટલે આપણને ગુસ્સો આવે છે; એવું આપણે માનીએ છીએ. પરંતુ હકીકત કંઈક જુદી છે. બીજાએ પાંચ-દશ ગાળો આપીને ગુસ્સાનું બાહ્ય કારણ પૂરું પાડ્યું. તે સમયે સત્તામાં રહેલા કર્મદલિકો ઉદયાવલિકામાં આવવાથી ગુસ્સા માટેનું અંતરંગ કારણ પણ મળ્યું. આ બંને બાહ્ય અને અંતરંગ નિમિત્ત-કારણ છે. તેથી તેમાં કારણતા ચોક્કસ છે પણ કારકતા નથી. જીવ પોતાના ઉપાદાન પ્રત્યેના અવિવેકથી બાહ્ય, અત્યંતર નિમિત્ત-કારણનું અવલંબન લે છે ત્યારે જ ગુસ્સો આકાર લે છે અને જીવ ગુસ્સે થાય છે. પરંતુ તે ગુસ્સાના પ્રસંગે વિવેકનું આલંબન લેવાય તો ગુસ્સાના સ્થાને ક્ષમાશીલ થઈ શકાય છે.
નિમિત્ત પર દોષારોપણ કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે અને પુરુષાર્થની શૂન્યતા સર્જાય છે. આવું ન થાય તે માટે જીવે વિવેકથી હંમેશા સ્વદોષદર્શન કરીને તેમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અંતઃકરણને સતત આ પ્રમાણે કેળવવાથી સાક્ષીભાવ, અસંગભાવ, સાધકભાવ વધુ ને વધુ ખીલતો જાય છે.
પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હો બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિછેદ. પદ્મપ્રભ૦૨ પાઠાંતરે પયઈને બદલે પૈકી; બંધોદયને બદલે બંધ ઉદય; સત્તાને
બુદ્ધિમાં સ્યાદ્વાદ ન આવે ત્યાં સુધી ઘર્મ સમજાય નહિ અને ઘર્મ થાય નહિ.