Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
218
થાય છે અને કર્મબંધના બંધનથી બંધી બનાય છે. એ જ પ્રમાણે કર્મબંધથી મુક્ત થવાના-છૂટકારાના કારણો આવી મળે છે ત્યારે કર્મથી મુક્ત થવાય છે અર્થાત્ કર્મથી છૂટા પડી જવાય છે.
જેનાથી બંધાવાનું થાય છે તેનું નામ આશ્રવ છે અને જેનાથીબંધનમાંથી મુક્ત થવાય છે – છૂટાય છે તેનું નામ નિર્જરા છે અને જેનાથી આશ્રવનિરોધ થાય છે તે સંવર. આશ્રવ હેય એટલે કે ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય એટલે કે ગ્રાહ્ય યા આરાધ્ય છે.
- લક્ષ્યાર્થ-વિવેચન આશ્રવ એ કારણ છે અને બંધ એ કાર્ય છે. સંવર એ કારણ છે અને નિર્જરા એટલે કે કર્મબંધથી છૂટકારો કાર્ય છે. સર્વસંવરથી સર્વથા નિર્જરા છે અને તે, બંધનથી સર્વથા મુક્ત અવસ્થા એવી સિદ્ધાવસ્થા છે, કે જેનાથી સ્વપદ-પરમપદની પ્રાપ્તિ થાય છે. રૂપારૂપી એવો જીવ રૂપી પુદ્ગલથી છૂટો પડી જઈ મુક્ત થતા અરૂપી બની જાય છે. પછી અરૂપીને અરૂપનું તો બંધન નથી જ પણ રૂપીનું પણ બંધન નથી. કારણ કે રૂપીથી રૂપીને કે રૂપારૂપીને જ બંધન છે.
અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદ છે. કેવળ જીવથી કે કેવળ અજીવથી આશ્રવ કર્મબંધ થાય જ નહિ. જીવ અને અજીવ બે ભેગા મળી મિશ્ર ચેતનરૂપે થાય તો જ આશ્રવ થાય. જીવ આશ્રવનો કર્તા છે અને અજીવ આશ્રવમાં સહાયક છે. પૂર્વધર પૂ. ઉમાસ્વાતિ વાચક પણ તત્ત્વાર્થસૂત્રમાં ફરમાવે છે કે.
II ધિવકર નીવાડનીવાઃ | વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજીના ફરમાવ્યા મુજબ
જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર - જ્ઞાનસાર છે અને એ જ જ્ઞાનાનંદ છે.