Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
219 હૃદય નયન નિહાળે જગધણી
l માવ: સર્વથા દેય, ઉપાધેય% સંવર: ” આશ્રવ એ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છેઆદરવા-આચરવા યોગ્ય આરાધ્ય છે.
"आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम्।
इतीयमार्हती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ।।" . આશ્રવ એ ભવહેતુરૂપ છે અને સંવર એ મોક્ષના કારણરૂપ છે. અત્ જિનેશ્વર ભગવાનની આટલી જ મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલી સંક્ષિપ્ત વ્યાખ્યા છે. આશ્રવના આમ તો ૪૨ ભેદ છે. પરંતુ તેના મુખ્ય ચાર વિભાગ છે. ) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) કષાય અને ૪) યોગ. આ ચાર કર્મબંધના હેતુ એટલે કે કારણ છે. પાંચમું કારણ પ્રમાદ છૂટું પાડીને જણાવવામાં આવે છે પણ અવિરતિ અને કષાય એ બે કારણો અંતર્ગત પ્રમાદનો સમાવેશ થાય છે. યોગના પણ બે ભેદ પ્રશસ્ત અને અપ્રશસ્ત પાડવામાં આવે છે. પરંતુ પ્રશસ્તયોગથી પુણ્યકર્મનો બંધ થતો હોવાથી પ્રાથમિક કક્ષામાં ઉપાદેય ભલે હોય, પણ તે છે તો આશ્રવ જ! તેથી અંતે તો હેય જ છે. અપ્રશસ્તયોગ એ તો પાપકર્મબંધનું કારણ હોવાથી સર્વથા સર્વદા સર્વત્ર હેય જ છે. '
મિથ્યાત્વઃ મિથ્યાત્વ એટલે પરમાં સ્વ-પણાની બુદ્ધિ. પરાયાપારકામાં પોતાપણાની બુદ્ધિ એ મૂઢતા-મૂર્ખતા-મહાભૂલ Blunder છે. પર એ પર છે અને તે ક્યારેય સ્વ થનાર નથી. સ્વ એ સ્વ છે અને ક્યારેય છૂટનાર કે પર થનાર નથી પછી તેને સ્વ તરીકે ઓળખતા કે માનતા હોઈએ કે નહિ તો પણ! પરમાં પરાધીનતા છે અને પરાધીનતામાં દુઃખ જ હોય! સ્વમાં સ્વાધીનતા છે અને સ્વાધીનતામાં સુખ જ હોય
જ્યાં સુધી સત્ય અનુભવાતું નથી, ત્યાં સુધી સત્ય આપણું થતું નથી.