Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
225
હૃદય નયન નિહાળે જગધણી
મુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉક્ત કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુસંગ. પદ્મપ્રભ૦૫ પાઠાંતરે ભાષાફેરને કારણે ઉત્તે'ના સ્થાને “ઉક્તિ છે.
શબ્દાર્થ ઃ મુંજનકરણ એટલે કર્મસંયુક્તતા-કર્મજોડાણ. અંતર એટલે આંતરું-દૂરી-છેટાપણું. ઉક્ત એટલે કહેલું છે. સુઅંગ એટલે કે આંતરું ભાંગવાના સુસંગ-સારા અંગ અર્થાત્ સારો ઉપાય-ઇલાજ છે. અથવા સુ-અંગ લઈએ તો શ્રુતજ્ઞાનના અંગરૂપ-સુઅ+અંગ છે. અથવા તો સ્વઅંગ-સ્વરૂપપદ-સ્વપદ. કર્મસંઘાત-કર્મસંયુક્તતા અર્થાત્ કર્મની સાથેના યુજનકરણ-જોડાણને લીધે તમારી અને મારી વચ્ચે આ ફાંસલોઅંતર-ભેદ પડી ગયો છે. ગુણકરણે એટલે કે ગુણોની ખિલવણીથી ગુણારોહણ કરીને, કર્મની સાથેના સંઘાત-જોડાણનો વિઘાત-ભંગાણ કરવાથી, મારી તમારી વચ્ચેના પડી ગયેલ અંતરને ભાંગી શકાશે-દૂર કરી શકાશે.
શાસ્ત્રો અને આગમગ્રંથોના પ્રમાણથી પંડિત પુરુષો-જ્ઞાની, ગુરુ ભગવંતોએ, આ જ અંતરભંગનો એટલે કે ભેદ દૂર કરી અભેદ થવાનો સારો ઈલાજ-ઉપાય-યુક્તિ છે એમ કહ્યું-જણાવ્યું છે.
લક્ષ્યાર્થ : વિવેચન : સ્તવનના પહેલાં જ ચરણમાં કવિરાજ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે હે પદ્મપ્રભ ભગવંત ! તારે મારે આંતરુંભેદ પડી ગયો છે, તે અંતર કેમ કરીને ભાંગે? આ પ્રશ્નનું સમાધાન અવધૂતયોગી આનંદઘનજી સ્તવનના આ પાંચમાં ચરણમાં કરે છે.
ભેદ-અંતર પડવાનું કારણ કર્મ જોડાણ-કર્મ સંયુક્તતારૂપ
| નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. • એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે.