Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
243
હૃદય નયન નિહાળે જગધણી 卐
પ્રશાંત-ઉપશાંત તથા નીરિહી, નિર્વિકલ્પ તો છે જ પરંતુ એના આલંબનથી તેના જેવા શાંત નીરિહી નિર્વિકલ્પ બની શકાય છે માટે પણ તે શં=શમ= શાંત+કર=કરનાર હોવાથી ‘શંકર’ છે.
બ્રહ્માંડ આખાને એટલે કે લોકાલોકને પોતાના કેવળજ્ઞાનમાં સમાવનારા અને તેથી જ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ દ્રવ્યને એના સર્વ ભાવ એટલે ગુણપર્યાય સહિત એક જ સમયમાં જાણનારા છે. તેથી આવી જ્ઞાનશક્તિની જ્ઞાતસત્તાથી તે જગતના સત્તાધીશ-ઈશ્વર એવા જગદીશ્વનું છે. એ જાણનારા છે અને છતાં ય-જાણતા હોવા છતાં નિર્લેપ રહેનારા છે, તેથી તે તેમની જ્ઞાતસત્તાની સાથેની વીતરાગસત્તા છે.' એ વીતરાગ હોવાથી જ જગતના સાચા સ્વરૂપને જેવું જુએ છે અને જેવું જાણે છે; તેવું જ અણીશુદ્ધ જણાવે છે. વીતરાગતા છે તેથી જ, એ સર્વજ્ઞની સર્વજ્ઞતા સર્વશ્રેષ્ઠ શ્રદ્ધેય-વિશ્વસનીય છે. તેથી જ ‘જગદીશ્વરુ’ છે.
ચિદ એટલે કે જ્ઞાનની શક્તિથી પરક્ષેત્રે આપ સર્વજ્ઞ છો પણ ચિત્ એટલે જ્ઞાનના રસના આનંદને સ્વ ક્ષેત્રે આપ વેદનારા હોવાથી-જ્ઞાનરસ વેદક હોવાથી આપ ચિદાનંદ છો !
જે જ્ઞાનથી જાણીને શેયમાં ડૂબી જાય છે તે જ્ઞેયાનંદી બને છે. શેય બદલાતું રહે છે – ફરતું રહે છે તેથી એ જ્ઞેયાનંદમાં અસ્થાયીતા છે અને તરતમતા-અપૂર્ણતા-અશુદ્ધતા છે.
જ્યારે જે જ્ઞાનશક્તિથી શેયને જાણે છે પણ સ્વયં શેયમાં ડૂબતો નથી અને નિરીહ-વીતરાગ રહે છે, તેના જ્ઞાનમાં જ્ઞેય ડૂબે છે, તેથી શેયને જાણવા જવું નથી પડતું પણ જ્ઞેય જણાઈ જાય છે એટલે કે જ્ઞેય જ્ઞાનમાં ડૂબે છે અને એ જ્ઞાન આનંદમાં ડૂબેલું રહે છે, જે
અનુભવ દૃશ્યને અદૃશ્ય કરે છે અને અદૃશ્યને પ્રતીતિમાં લાવે છે.