Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
248
આશ્રયે આવેલાના આશ્રવને ટાળી સંવરમાં સ્થાપી, સક્રિયમાંથી અક્રિય બનાવી સાદિ-અનંત ભાગે પરમાત્મપદે સ્થાપનાર હોવાથી આ સુપાર્શ્વનાથ વિસરામ” છે.
ભયોને ટાળીને નિર્ભય બનાવી અભયને આપનારા છે તેથી અભયદાન દાતા છે. વળી સ્વયં અશરીરી બન્યા હોવાથી એમના થકી કોઈ જીવની ક્યારેય હિંસા થતી નથી તેથી એમના તરફથી કોઈને કશા પ્રકારનો ભય કાયમ માટે નથી. તેથી તેઓશ્રી સદા અભયદાન દાતા છે. તેઓને હવે કાંઈ કરવાપણું, થવાપણું, બનવાપણું રહ્યું નથી એટલે કે કૃતકૃત્યતા છે. માત્ર હોવાપણું છે તેથી તેઓ પૂર્ણ-પૂરણ” છે. એઓશ્રીને પોતાના પોતાપણામાં-આત્મામાં જ રમવાપણું છે અને આત્મા સિવાય અન્યમાં રમવાપણું નથી તેથી તેઓશ્રી હે લલના ! હે સુમતિ ! “આતમરામી છે. *
લક્ષ્યાર્થ-વિવેચન : અનાદિથી આત્માએ પ્રભુને લક્ષ્યમાં લીધા નથી અને પ્રભુપદની ખેવના રાખી નથી, તેથી પ્રભુ અલક્ષ છે. વળી પ્રભુપદ-પરમાત્મપદ અનુભવગમ્ય હોવાથી એ શબ્દથી વર્ણવી શકાય તેમ નથી અને અક્ષરમાં આલેખી શકાય તેમ નથી. તેથી સુપાર્શ્વનાથ પ્રભુ “અલખ” છે. પરમાત્માના ગુણો અનંતાનંત છે. પરમાત્માની અનંતતાને અને એમના. અનંત-અનંત ગુણોને સંપૂર્ણપણે કોઈ છઘસ્થ આત્માર્થી જાણી કે કહી શકતા નથી અને તેથી તેને લખી પણ શકતા નથી. માટે પણ પ્રભુ સુપાર્શ્વનાથ અલખ છે. આમ પ્રભુ અલખ હોવાથી અગમ અગોચર છે. અસીમ-અમાપ એવા આકાશને બુદ્ધિની નાનકડી ફુટપટ્ટી વડે કેવી રીતે માપી શકાય? અલખ, અકલ, અગમ એવા આત્માને સમજી કે સમજાવી શકાય એમ નથી. એ તો અનુભવથી વેદ્ય-સંવેદ્ય છે.
આગ્રહ એ જ મોટામાં મોટો વિગ્રહ છે.