Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
247
ના હૃદય નયન નિહાળે જગધણી
વ્યવહારસે હે દેવ જિન, નિશ્ચયસે તે આપ
યહી વચનસે સમજલે, જિન પ્રવચનકી છાપ. આ સંસારમાં હલકા સ્વભાવવાળા દેવો રાજસ અને તામસ પ્રકૃતિના હોય છે. વ્યંતરયોનિની હલકી જાતિના દેવો; ભૂત, પ્રેત, પિશાચ, ખવિશ, ડાકિની, શાકિની, વિગેરે હોય છે. તેઓ લોકોને રંજાડવાનું, તકલીફો આપવાનું, કોઈકના શરીરમાં પેસી જવાનું, વિગેરે કાર્યો કરતાં હોય છે. એ તો ભય પમાડનારા ક્રૂર દેવો હોય છે.
ઉચ્ચ યોનિમાં રહેલાં દેવો, ઉચ્ચ વિચારવાળા હોય છે અને તેથી કલ્યાણની ભાવના ધરાવતા હોય છે. છતાં તેઓ પણ જગતને ભયમુક્ત કરવા સમર્થ નથી હોતાં. તે કાર્ય તો સર્વથા ભયથી મુક્ત એવા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના શરણે જવાથી જ થાય છે.
અલખ નિરંજન વચ્છલુ, સકળ જંતુ વિસરામ..લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમ રામ.લલના. શ્રીસુપાસ૮૪
પાઠાંતરે ‘વચ્છલના સ્થાને ‘વછલું અને “આતમ રામના સ્થાને આતમ એટલો પાઠફેર છે.
શબ્દાર્થ ? જેને લખી કે આલેખી-સમજી શકાય નહિ અને જેનું લક્ષ અનાદિથી કર્યું નથી એવા સુપાર્શ્વનાથ “અલખ' છે. જે નિઃઅંજન એટલે કે કર્મના લેપથી રહિત નિર્લેપ-નિરંજન” છે, તે સુપાસનાથ છે. સર્વ પ્રાણીઓને માટે વાત્સલ્ય ભાવ છે. સવિ જીવ કરું શાસન રસી ભાવનાથી સર્વજન હિતાય જેનું પ્રવર્તન છે તે સુપાસજિન પાસેથી માતાના જેવું વાત્સલ્ય મળતું હોવાથી એ “વચ્છલું છે. સકળ જંતુ એટલે કે સૃષ્ટિના સઘળાંય જીવોને શરણમાં લઈ શોકમાંથી અશોક બનાવી,
કર્મનો ઉદય બહારનું દશ્ય સર્જે છે કે જેનાથી આ સંસાર છે. જ્યારે અંદરની જાગૃતદશા-જાગૃત ઉપાદાન એ સ્વપુરુષાર્થ છે. જે મોક્ષ માર્ગ છે.