Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
252
અહિંસક બનાવનારા દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે આપ સાચા “અભયદાન દાતા” છો ! સૂક્ષ્મ નિગોદના જીવ સહિત ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ જીવોની એમના ૫૬૩ ભેદથી સાત લાખ સૂત્ર દ્વારા ઓળખ કરાવીને અઢાર પાપસ્થાનક સૂત્ર દ્વારા અઢારે પ્રકારથી તે સર્વ જીવોની દ્રવ્યહિંસા અને ભાવહિંસાથી પાછા ફરવાનો અહિંસાધર્મ બતાડનારા અભયદાન દાતા છો! આવા ભગવાનના અનુયાયી પ્રખર અહિંસાધર્મી ષટ્યાય રક્ષક શ્રમણ સ્વયં અદેહી-અયોગી-અકંપ પરમાત્મા બને છે અને સ્વયં સદાકાળ અભય બની જઈ અન્ય સૃષ્ટિ સમસ્તના સર્વ જીવોને સદાને માટે અભય આપનારા આપના જેવા “અભયદાન દાતા” બની રહે છે.
જેને કોઈ ઈચ્છા રહી નથી તે નિરાહ – પૂર્ણકામ થઈ ગયા હોય છે. ઈચ્છા નથી તેને કશાનો અભાવ નથી લાગતો – ઓછા-અધુરાશઅપૂર્ણતા નથી લાગતી. જેને હવે કાંઈ થવાપણું, બનવાપણું કે કરવાપણું રહ્યું નથી તે કૃતકૃત્ય છે. પ્રભુ શ્રીસુપાર્શ્વનાથ આવા નિરીહ, કૃતકૃત્ય હોવાથી “પૂરણ” છે. એ પ્રભુશ્રીના સર્વ ગુણો પરિપૂર્ણપણે સમકાલીન વિદ્યમાન અને કાર્યાન્વિત હોવાથી પણ એઓશ્રી પૂરણ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય એવા અનંત ચતુષ્કના સ્વામી શ્રી સુપાસનાથ પૂરણ છે. એ એવા “પૂરણ” છે; જે પૂર્ણ આપે છે, પૂર્ણ બનાવે છે અને પોતે પાછા પૂર્ણ-પૂરણ જ રહે છે. ... ॐ पूर्णमदः पूर्णमीदम् पूर्णात् पूर्णमुदच्यते।
- पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।। નદીઓનું પાણી દરિયામાં ઠલવાય કે પછી દરિયાનું પાણી વરાળ બની વાદળરૂપે થાય તો પણ દરિયો દરિયો જ રહે છે.
જન્મ-જન્માંતરનો ભીતરમાં ભરેલો માલ વીતરાગદષ્ટિથી ખાલી કરવાનો છે. નિર્જરા સાવવાની છે. અજ્ઞાનદષ્ટિથી તો ભરેલો માલ ખાલી થોડો થાય છે, ભરાય છે ઘણો બઘો, તેથી ભારે થતાં જવાય છે.