Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
241
- હૃદય નયન નિહાળે જગધણી
છોડાવવા પાંચ પ્રમાદનો ત્યાગ કરી અંતર્મુખી સાધનામાં રત રહેવાનું છે. જડ એવા દેહ, ધન અને કુટુંબનો વિશ્વાસ એ જ મોટામાં મોટું ભય સ્થાન છે. સ્વરૂપમાં ડૂબી જવું તે જ ખરું નિર્ભય સ્થાન છે. વિનાશીના વિશ્વાસે રહેવાય નહિ અને અવિનાશી વિના જીવાય નહિ; એ માન્યતાને દઢીભૂત કરીને અવિનાશી એવા આત્માના લક્ષે આત્મલક્ષી જીવન જીવવું જોઈએ.
શિવ શંકર જદગીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના જિન અરિહા તિર્થંકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના, શ્રી સુપાસ૩
પાઠાંતરે ‘શંકર'ના સ્થાને ‘સંકર’, ‘જગદીથરુંના સ્થાને જગદીસરૂ', અરિહાના સ્થાને “અરિહંત', “અસમાન’ના સ્થાને “સમાન એવું છે.
શબ્દાર્થ છે સુમતિ - હે લલના! આ સુપાર્શ્વનાથ તો કર્મના ઉપદ્રવને નિવારનારા એવા શિવ છે, સુખના કરનારા એવા શં=સમ+કર=કરનારા શંકર છે, જગતના સ્વામી એટલે કે ઈશ્વર હોવાથી જગદીશ્વરુ છે, જ્ઞાનાનંદી હોવાથી ચિદાનંદ છે, એશ્વર્યવાન હોવાથી ભગવાન છે, ઈન્દ્રિયોને વશ કરી લીધી છે તેથી જિન છે, રાગ, દ્વેષ, મોહાદિ ભાવકર્મો સહિત કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહા એટલે કે અરિહંત છે, સંસાર-સમુદ્ર તરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરનાર હોવાથી તીર્થકરુ એટલે કે તીર્થકર છે, ચૈતન્યતાના તેજથી તેજસ્વી હોવાથી જ્યોતિ સ્વરૂપ છે અને અન્ય કોઈની સાથે એની તુલા-તુલનાસરખામણી કરી શકાય એમ ન હોવાથી તે અસમાન છે. એટલે કે અજોડ-અસામાન્ય છે.
લક્ષ્યાર્થ-વિવેચન : “હરિ તારા નામ હજાર..” જે હરિભગવાન બની જાય છે, તે નામી મટી જઈ અનામી થઈ જાય છે. તેથી
મનનું વલણ હોય જ્યારે ચિત્તની વૃત્તિ હોય.