Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી 240
અને અનુમોદના દ્વારા સાવધાન બની જાગૃત-સચેત-અપ્રમત્ત થઈ સપ્તમદેવ સુપાર્શ્વનાથની સેવના એટલે કે આજ્ઞાપાલન કરશે તે ભયમુક્ત થશે. કારણ કે આજ્ઞાપાલનથી દોષમુક્ત થવાશે અને જે દોષમુક્ત થશે તે પાપમુક્ત થશે એટલે કે પરમાત્મા બનશે. અર્થાત્ જિનપદ સેવનાથી નિજપદ પામશે. નિજપદ એટલે સ્વપદ અર્થાત્ સ્વધર્મ-આત્મધર્મ. જે ભય છે તે પરધર્મનો છે. પરરૂપ થવામાં બહુરૂપતા છે અને બહુરૂપતા બિહામણી છે-ભયપ્રદ છે. સ્વમાં રહેવાથી સ્વરૂપતા-એકરૂપતા છે જે સુખદાયી છે એટલે કે સુયંકર સોહામણી છે. “u સ્વધર્ષે નિધનું શ્રેયઃ પર ભવદા” એ અન્યદર્શનનું સૂત્ર આ જ સંદર્ભમાં છે. શકસ્તવમાં ભગવાનને “અભયદયાણં' વિશેષણથી નવાજ્યા છે, કારણ કે ભગવાન અભયદાનદાતા છે.
સાત મહાભયોને ટાળવાની શક્તિ સુપાર્શ્વનાથ પ્રભુમાં છે, પણ તે માટે આપણા ત્રણે યોગો કે જે બેકાબુ અને બેફામ પણે વર્તી રહ્યાં છે, તેને વશમાં લેવા પડશે. સંસાર મહાભયાનક ભૂતાવળોનું સળગતું ઘર છે. તેનાથી છૂટવાના અર્થી હો તો હે ભવ્યો ! તમે સાવધાન થઈ જાવ! પોતાના ચેતનદેવને મોહની નિદ્રામાંથી જાગૃત કરો અને જિનપદની સેવા કરો: * કર્મો પર જીત મેળવ્યા સિવાય જિનપદની પ્રાપ્તિ નહિ થાય. વ્યવહારથી ઉપાસનાના માધ્યમે જિનપદને સેવતાં સાધનાના માધ્યમે અંતરમાં નિજપદ સધાવું જોઈએ. બેઉને એક સાથે સાધવાના છે. જિનસ્વરૂપ પ્રાગટ્ય માટે નિજસ્વરૂપ સમર્પિત કરવાનું છે. એ માટે ખૂબ સાવધાનીથી વર્તવાનું છે. આત્મા જ્યાં સુધી અજ્ઞાત છે ત્યાં સુધી મન તેનો ગેરલાભ ઉઠાવી ચેતનાને વિષયોમાં રમતો રાખે છે. તેમાંથી ચેતનને
વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ ‘વત્થ રાવો ઘો” વ્યવહારમાં આપણે જેને ઘર્મ કહીએ છીએ તે તો વસ્તુને વસ્તુધર્મમાં લાવવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે.