Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
[239
- હૃદય નયન નિહાળે જગધણી
રતિ અને અરતિથી મોઢા ઉપર શોકરૂપી મસી-શાહી ચોપડી હોય તેવી, સંસારમાં જીવની સ્થિતિ છે. ભર્તુહરિ પણ કહે છે..
સંસારમાં સર્વત્ર ભયનું જ સામ્રાજ્ય છે. भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद् भयं ।
शास्त्रे वादभयं, गुणे खलभयं रुपे जरायाःभयं। माने दैन्यभयं, बले रिपुभयं, काये कृतान्ताभयं ।
सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाऽभयं ।। - भर्तृहरि ।
અથવા તો કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ એ સાત દોષના સેવનથી ઊભા થનારા સાત મહાભયો છે. ..
આવા સાત-સાત મહા-ભયોને ટાળીને નિર્ભય-અભય બનાવનારા અભયદાનદાતા જિનશ્રેષ્ઠ જિનેશ્વર સાતમા સુપાર્શ્વનાથ ભગવાન છે. તે લલના! એ દેવના સુપાસમાં સારા સહવાસમાં નિર્ભયતા-નિશ્ચિતતા છે.
ઉદયરત્ન ઉપાધ્યાયજી ફરમાવે છે.... “જેહને જિનવરનો નહિ જાપ તેહનું પાસુ ન મેલે પાપ...”
ભયોની સામે આપણને શરણ આપીને આપણું રક્ષણ કરનારા અને અભય બનાવનારા એવા સુપાર્શ્વનાથ જિનવરના જિનપદ કહેતાં ચરણકમલની સેવના આપણે ખરા મનથી એટલે કે પૂર્ણપણે, સમર્પિત થઈને, એકાગ્રમનથી અર્થાત્ એકચિત્તથી કરવી જોઈએ. કહ્યું છે કે “l, ઘ રક્ષતિ રક્ષિતઃ II” જે ધર્મનું રક્ષણ એટલે કે ધર્મપાલન કરે છે તો તેવો પળાયેલો – રક્ષાયેલો ધર્મ એ ધર્મના પાલનહાર-રક્ષણહારનું રક્ષણ કરે છે. જે કોઈ મન વચન કાયાના ત્રિયોગથી, ત્રિકરણે એટલે કરવી, કરાવવા
ભાવ એટલે ભવન-પરિણમન-ભાવન-થવાપણું-બનવાપણું-ભાવવાપણું.