Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
242
એની ઓળખ એના ગુણ જ બની જાય છે. એ ગુણ હવે વિશેષણ નહિ રહેતા નામ બની જાય છે. ગુણો અનંતા છે, તેથી ગુણવાચક નામોનો પણ કોઈ પાર નથી. ભગવાનની જુદા જુદા ગુણવાચક નામથી ભજના કરવાથી, ભગવાનના તે તે ગુણોની સાથે જોડાણ થાય છે અને તે તે ગુણ ભગવાનના ભક્તમાં પણ પ્રગટે છે. કહે છે... “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ..” - પદ્યવિજયજી
ભગવાનની ઓળખ ભગવાનના ગુણોથી છે. વળી ગુણથી થતી ઓળખમાં ગુણ પ્રત્યેના આદરથી એ ગુણી પ્રત્યે પણ આદર જાગે છે. ‘નમુત્થણે સૂત્ર’–‘શક્રસ્તવમાં ભગવાનના ઉપકારી વિશેષણ, ઉપમા વિશેષણ, મહિમા વિશેષણ, ગુણવિશેષણ-સ્વરૂપવિશેષણથી સ્તવના કરવામાં આવી છે. '
અહીં પણ યોગી કવિરાજશ્રી આનંદઘનજી પોતાની સુમતિને સુપાર્શ્વનાથ ભગવાનની તેમના ગુણવાચક નામથી ઓળખાણ આપી, એ ગુણ અને એ ગુણવાન પ્રત્યે આદર જગાવવાનો પ્રયત્ન કરે છે.
આ.સુપાર્શ્વનાથ ભગવાનને વંદન કરીએ છીએ, તે ભગવાન કેવા છે? પ્રથમ તો કહે છે કે એ શિવ છે. ચારેય ઘનઘાતી-સ્વરૂપઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી, જે સર્વ કર્મ-ઉપદ્રવ રહિત જીવમાંથી શિવ સ્વયં બન્યા છે અને અન્યને કર્મ રહિત શિવ થવામાં આલંબનરૂપ છે; એવા આ ઉપદ્રવને હરનારા ને કલ્યાણ કરનારા હોવાથી ‘શિવ' છે.
માત્ર ઉપદ્રવને હરનારા નથી પણ ઉપદ્રવોને દૂર કરીને પાછા સુખી કરનારા છે તેથી શંકર છે. આ સુપાર્શ્વનાથની ઉપાસના, દુર્ગતિ-નિવારક અને સદ્ગતિદાયક હોવાથી તે સુખકર-શંકર છે. વળી સ્વયં શાંત
વૃત્તિએ પોતાના આતમઘર તરફ પાછી ફરવા માંડે તે સંયમ કહેવાય અને
પરપરિણતિ જ ઉત્પન્ન ન થાય તે સંપૂર્ણ સંયમ કહેવાય.