Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
227
- હૃદય નયન નિહાળે જગધણી
* આશ્રવથી થતા યુજનકરણનો, સંવરગુણથી નિરોધ કરી ગુણકરણથી ગુણારોહણ કરવામાં આવે, તો અંતરનું અંતર ફાંસલો-દૂરી) ભાગે અને ભેદમાંથી અભેદમાં જવાય એટલે કે દૈત મટી અદ્વૈત થવાય. મિથ્યાત્વને સમ્યકત્વમાં રૂપાંતરિત કરાય તો સમત્વ આવે. અવિરતિને વિરતિમાં રૂપાંતરિત કરાય તો સ્વરૂપરમણતા-સ્વરૂપસ્થિતતા આવે. કષાયને અકષાય-નિષ્કષાયતામાં રૂપાંતરિત કરાય તો અશાંતતા જાય અને પ્રશાંતતા આવે. યોગનિરોધ થાય તો આત્મપ્રદેશ સ્થિરત્વ આવે અને રૂપારૂપીમાંથી અરૂપી-અમૂર્ત-નિરાકાર બનાય. આશ્રવને સંવરથી અવરોધીને સંવરપૂર્વક નિર્જરા કરાય તો કર્મબંધ સર્વથા નિર્જરી જતાં-ખરી પડતાં બન્ધનમાંથી મુક્તિ મળે છે. મુંજનકરણનું ભંજનકરણ જ ગુણકરણ છે, કે જેથી યુક્તથી મુક્ત થવાય. સોનાને માટીથી છૂટું પાડી દઈ શુદ્ધ ચોવીસ કેરેટનું કુંદન-સુવર્ણ એના નક્કર, ઘન, લગડી સ્વરૂપે મેળવાય. એ શુદ્ધ સોનાના અલંકાર બનતા નથી. મુંજનકરણમાં કર્મથી સંયુક્તતા છે. ગુણકરણમાં કર્મથી વિભક્તતા છે.
આગમગ્રંથોમાં જણાવ્યા મુજબનો શ્રુતંજ્ઞ-આગમજ્ઞ પંડિતપુરુષોએ અંતરભંગનો સારામાં સારો આ જ ઉપાય કહ્યો છે કે અતિક્રમણ થયું છે તો તેનું પ્રતિક્રમણ કરો ! પરઘેરથી સ્વઘરમાં પાછા ફરી સ્વમાં સ્થિત થઈ સ્વસ્થ થાઓ !!! યુજનકરણ અટકે, ગુણકરણ પ્રગટે તો જ સ્વરૂપસ્થ થવાય, અન્યથા નહિ. સમલમાંથી અમલ થવાનો માર્ગ કવિરાજે આ છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીના સ્તવનના માધ્યમે બતાવ્યો છે. એ એમની ભગવાનના પદ્મ (કમલ) નામના ભાવવિશેષને સ્તવનમાં ગૂંથી લેવાની કલાસૂઝના દર્શન કરાવે છે.
દષ્ટિ અને જ્ઞાન કારણ છે કે જે કારણ, ચારિત્રરૂપ કાર્યમાં પરિણમે છે.