Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પપ્રભ સ્વામીજી - 228
તુજ મુજ અંતર અંતર ભાંજસે રે, વાજસે મંગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, “આનંદઘન’ રસપૂર. પપ્પભ૦૬
પાઠાંતરે “ભાજસેને સ્થાને “ભાંજસ્ય”, “વાજને સ્થાને ‘વાજસ્થ', ‘વાધસેને સ્થાને ‘વાધચ્ચે એવો પાઠફરક ભાષાફેરના કારણે છે.
શબ્દાર્થ તારા અને મારા વચ્ચે અંતર એટલે કે સ્વરૂપભેદ પડી ગયો છે, તે જ્યારે ભાજસે એટલે કે ભાંગશે ત્યારે શહનાઈ, દુંદુભિ, આદિ માંગલ્યસૂચક વાજિંત્રોના સૂરથી વાતાવરણ ગાજી ઉઠશે.
મારા જીવના જીવત્વરૂપી જલત્વમાં ભરતી આવશે. એ પુલકિત થઈ ઉઠશે. જીવ એના શિવત્વને પામશે અને આનંદ રસથી એ સરોવર છલોછલ થઈ જશે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ અલગારી અવધૂતયોગી સ્તવનના આ છેલ્લા ચરણમાં પોતાની જાતનો આત્મવિશ્વાસ અભિવ્યક્ત કરતા જાતને અને સ્તવનના પાઠકને જાણે ખાતરી-ગેરન્ટી આપતા હોય એમ કહે છે કે. “મારો આત્મા અંતરાત્મા તો થયો જ છે. સંવરમાં આવ્યો છે અને આશ્રવને અવરોધી રહ્યો છે. જેમ જેમ બંધ અટકતો જશે, વળી સંવરપૂર્વક નિર્જરા થતી જશે અને યુજનકરણમાંથી છૂટાતું જશે ગુણકરણ અર્થાત્ ગુણારોહણ થતું જશે, ઉપર ઉપરના ગુણસ્થાનકે પદાર્પણ થતું જશે, તેમ તેમ આનંદમાં ભરતી આવતી જશે. સંવર-નિર્જરાના પ્રભાવે જલાશયમાં આનંદ-જલની વૃદ્ધિ થતી જશે.” બંધ-આડશ (સંવર) એની પૂર્ણ ઊંચાઈએ-પરાકાષ્ટાએ પહોંચતા જલાશય જલથી છલોછલ થઈ જશે અને શીતલતા છવાઈ જશે તેમજ આનંદરસથી વિષયતૃષ્ણા ભાંગતા તૃપ્ત
નદી-તળાવનું પાણી તો નિર્મળ છે પણ ઉપરની શેવાળ મેલી છે. એમ આત્મા તો નિર્મળ છે પણ વર્તમાન પર્યાયમાં થતો વિકાર તે મેલ છે.