Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
વિધિ વિરંચિ વિશ્વભરુ, ઋષીકેશ જગનાથ, લલના; અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેહને કરે, ‘આનંદઘન’ અવતાર, લલના.
232
શ્રી સુપાસ૦૭
શ્રી સુપાસ૦૮
પ્રથમ સ્તવનથી પરમાત્મપ્રીતિના સંબંધનો પ્રારંભ કરીને દ્વિતીય સ્તવનમાં એ પ્રીતમના પંથને નિહાળ્યો. તૃતીય સ્તવનમાં પ્રેયને પામવાની પાત્રતા વિચારી. ચતુર્થ સ્તવનમાં પ્રિયને પામવાની પ્યાસ વ્યક્ત કરી. પંચમ સ્તવનમાં બહિરાત્મપણું ત્યજી અંતર્મુખી અંતરાત્મા થઈ સ્વયંના પરમાત્મપદ પ્રાગટ્યની વિચારણા કરી. ષષ્ટમ સ્તવનમાં પરમાત્મસ્વરૂપથી પડેલા આંતરાની વિચારણા કર્યા બાદ હવે આ સપ્તમ સ્તવનમાં સાત ભયને ટાળી, સુખસંપદાને આપનારા, સાતમા સુપાર્શ્વનાથની અનેક નામથીનામનિક્ષેપાથી નામસ્તવના કરતાં, પરમાત્મપદની જુદા-જુદા નામથી યોગીરાજ . કવિવર્ય ઓળખાણ કરાવે છે.
જેને નામ અને રૂપનો મોહ ટળી ગયો છે અને વિશેષભાવ નીકળી જતાં જેઓ નિર્વિશેષપદને પામ્યા છે, તેમના બધાંય વિશેષણો નામ બની ગયા હોય છે. એ અનામી અને અરૂપીના બધાંય ગુણો અને એમની ઓળખ - એમના નામરૂપે પ્રયોજાય છે. એ વ્યક્તિવિશેષની વિશેષતાને ઓળખાવનારા બધાંય નામોનો લક્ષ્યાર્થ-ઐદંપર્યાયાર્થ પરમાત્મા થાય છે.
શ્રી સુપાસ જિન વંદીએ, સુખ-સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ૦૧
પાઠાંતરે વંદીએ ના સ્થાને વંદઈ, નિધિના સ્થાને નિધી, સુખના સ્થાને સુષ, શાંત ના સ્થાને શાંતિ, ભવસાગરમાં ના સ્થાને ભવસાગરમાંહે છે.
આખા જગતને બુદ્ધિની વૃદ્ધિમાં રસ છે પણ બુદ્ધિની શુદ્ધિમાં રસ નથી.