Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
233 - હૃદય નયન નિહાળે જગધણી
| શબ્દાર્થ : વર્તમાન ચોવીશીના સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથને વંદના કરીએ છીએ. કારણ કે એ સર્વ પ્રકારના સુખ, સમાધિ, શાતા, સાનુકૂળતા અને વ્યવહારિક તથા આત્મિક-પારમાર્થિક સંપત્તિ એટલે કે ઋદ્ધિની પ્રાપ્તિના હેતુભૂત છે. ' એ પ્રભુ પોતે તો નવરસોના રસાધિરાજ એવા શાંત-સુધારસના એટલે કે અમૃતરસના જલનિધિ અર્થાત્ સાગર છે. શાંત-સુધારસ સાગર છે. યોગીવર્ય કવિરાજ વહાલભર્યા સંબોધનાપૂર્વક કહે છે કે લાલા ! અથવા તો પ્રભુમાં લાલાયિત થયેલ જે લલના સુમતિ ! આ સુપાર્શ્વનાથ ભગવાન તો પાછા ભવસાગર એટલે કે સંસારસમુદ્રને પાર કરી શકાય એવા સેતુ એટલે કે પુલ-Bridge જેવા છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ “બાનન્દઘન ચોવીસી' હિન્દીના વિવેચનકાર મુનિશ્રી સહજાનન્દઘનજી જણાવે છે, કે કોઈ એક સમયે કેટલાક સાધુ સંન્યાસીઓ વચ્ચે કોને ઈશ્વર માનવો અને ભજવો? એ વિષે વિવાદ ઊભો થયો હતો. યોગાનુયોગ અલગારી યોગીશ્રી આનન્દઘનજીને ત્યાંથી પસાર થવાનું બન્યું. અવધૂતયોગીના અલગારીપણાથી આકર્ષાઈને એ સંન્યાસીઓએ એમને યોગ્ય જાણી, એમનામાં વિશ્વાસ મૂકીને, એમના વિવાદનો નિવેડો લાવવાનું કાર્ય યોગીરાજજી આનન્દઘનજીને સોંપ્યું. એ વિવાદના સમાધાનરૂપ જે ઈશ્વર સંબંધી વાતો કરી તે આ સાતમા સુપાર્શ્વનાથજીનું સ્તવન !
લલના એટલે કે પતિમાં લાલાયિત થયેલ છે તેવી સ્ત્રી-પત્ની. પત્નીને પતિના પાસમાં એટલે કે સહવાસમાં જ સુખ અનુભવાય છે અને એ પોતાના પતિને જ પોતાની સંપત્તિ - સૌભાગ્ય માને છે. આવા
બીજાના ચિત્તને પ્રસન્ન રાખવું એ વ્યવહાર ઘર્મનું ફળ છે. વિકલ્પમાં નહિ અટવાતા સદા આત્મભાવમાં રહેવું એ નિશ્ચયધર્મનું ફળ છે.