Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
-
શ્રી સુપાર્શ્વનાથજી
236
બહાર નીકળવું છે. જનમ મરણના ફેરા-ચક્કરમાંથી છૂટવું છે. ભવોભવના ભવભ્રમણમાંથી મુક્ત થવું છે, તો તે માટે આ પારના ભવદુઃખથી પેલે પારના સુખસાગરમાં પહોંચાડનાર સેતુરૂપ પણ સુપાર્શ્વજિન છે – “તિનાણું તારયાણં' છે. તેથી હેતુને સિદ્ધ કરી આપનારા એ સેતુરૂપ બનેલા સુપાર્શ્વજિન ફરી ફરી આપણી વંદનાના અધિકારી છે !!!
એમના જેવું નિત્ય, પૂર્ણ, સ્થિર, શુદ્ધ સ્વસુખ આપણને નહિ મળે ત્યાં સુધી એની પ્રાપ્તિને સાનુકૂળ સંયોગો, સાધન-સામગ્રી પણ એ જ આપણને પૂરા પાડતા રહેનારા છે અને તેથી અમે એની ભવોભવ સેવનાને “તહ વિ મમ હુજ સેવા, ભવે ભવે ચલણાણું” શબ્દોચ્ચારભાવોચ્ચાર-ભાવોદ્ગારથી પ્રાર્થીએ છીએ !!!
પરમાત્મામાં અનુપમ સૌમ્યતા હોવાથી તેમના મુખને શરદઋતુના ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. ઉપરાંત રાગદ્વેષ રહિતતાથી એમનું મુખ શાંતરસના કંદ સરખું છે. જીવનમાં શાંતરસ પામવા પ્રભુ-પ્રતિમાનું આલંબન મહાન છે. શાંતરસ સધાય એટલે આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપ એની મેળે શાંત પડી જાય અને તેથી નીરવ સમાધિ પમાય.
શાંતજલથી ભરેલ સરોવર જેમ કિનારે બેસનારને ઠંડક આપે છે, તેમ સંસારના ત્રિવિધ તાપથી પીડિતને પ્રભુ શીતળતા આપે છે, કારણ કે પ્રભુનો આત્મા શાંતરસથી ભરેલો છે. સંસારસાગરને સામે પાર જવા પ્રભુ પુલ સમાન છે માટે હૃદયના અહોભાવ, બહુમાનભાવ, આદરભાવપૂર્વક પ્રભુનું શરણ લેનાર, પ્રભુને વંદન કરનાર શીધ્ર સંસાર સાગર તરી જાય છે.
સંસારના એક એક સંયોગો પછી તે અનુકૂળતાના હોય કે પ્રતિકૂળતાના હોય તે ઉપાધિરૂપ લાગે, તેનાથી છૂટવાની ભીતરમાં તાલાવેલી
* કર્મ તો ટપાલી જેવું છે. એ તો ટપાલીની જેમ જ જેની જેની જે જે ટપાલ હોય તે સમયસર પહોંયાડે છે.