Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
229
: હૃદય નયન નિહાળે જગધણી
થઈ જવાશે. (આશ્રવનિરોધ) સંવરપૂર્વક નિર્જરા થવાથી બંધમાંથી છૂટા પડતું જવાશે. આત્મવિકાસ થતો જશે. મુનિની સાધુની આત્મનંદીતામાંથી ઉપાધ્યાયની પ્રજ્ઞાનંદીતામાં જવાશે. આગળ વધતાં આચાર્યપદની નિજાનંદીતામાં જવાશે. એથી ઉપર ઉઠતા અરિહંતપણાનો અનંદબ્રહ્માનંદ પ્રાપ્ત થશે અને અંતે નિર્વાણ થતા સિદ્ધાનંદી-પરમાનંદીપૂર્ણાનંદી બનાશે. ચેતનની ચૈતન્યતાના પૂર ઉમટશે, જીવ એના સ્વરૂપમાં રમણતા કરશે, આત્મા પરમાત્મા બનશે, જીવ શિવ થશે અને ત્યારે એ. આનંદકંદના સુખરસથી ભરપુર એવો રસતરબોળ થઈ જશે.
- વાજશે મંગળ તૂર ગુણારોહણ થતું જશે-આત્મવિકાસ થતો જશે, એમ વિકાસ એંધાણીરૂપ અંતરમાંથી અંતરનાદ, જેને યોગની ભાષામાં અનાહતનાદ કહે છે, તે સંભળાતો જશે. એ અંતરનો ઉમળકો વધારતો જશે-ઉત્સાહિત કરતો વિકાસના પંથે આગળ અને આગળ વધારતો જશે-બળ પૂરતો જશે. બહિરાત્મામાંથી-અંતરાત્મા બનેલો જીવ અરિહતમાંથી અરિહન્ત બનશે અને ત્યારે દેવલોકમાંથી દેવો આવીને મંગલધ્વનિ કરશે. દેવદુંદુભિનાદ કરી વધામણા આપશે અને જગત આખામાં પ્રાપ્ત પરમાત્મપદને ખ્યાતિ આપશે. અરિહન્તપણાનું અભિવાદન કરશે.
જેમ ઢગલાબંધ પૂષ્પોમાંથી ઘણી મહેનતે અને ઘણા સમયના ભોગે મેળવાયેલ પૂષ્પરસમાંથી મધમાખી મધ બનાવી આપી મધુર મધપાન કરાવે, તેમ આત્મમસ્ત કવિ યોગીરાજે, આ છ ગાથાની બાર પંક્તિઓમાં તો શ્રુતસાગરસમ્ કર્મસાહિત્યનું મંથન કરીને મેળવેલ અમૃતને ઠાલવી દઈને, નાનકડા સ્તવનની આચમનીથી આચમન કરાવી જાણે મધુરુ મધપાન
જે બીજાની ભૂલને ભૂલે એ ખરેખર ભૂલ કરતો નથી અને
જે બીજાના ગુણને જુએ તે દોષ સેવતો નથી.'