Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
226
યુજનકરણ છે, દોષ સેવન છે, ચક્રનું ઉલટું પ્રવર્તન છે, અધર્મમાં પ્રવર્તન છે. દોષ સેવનથી પાપકરણ છે. આશ્રવ જ યુજનકરણ છે. ગુણનું જ અવગુણરૂપ-દોષરૂપે વિપરીત પ્રવર્તન, તે ઉલટો-ખોટનો વ્યાપાર છે. સત્યનું જ અસત્યરૂપે એટલે કે સમ્યક્તનું જ મિથ્યાત્વરૂપે વિપરીત પ્રવર્તન થયું છે. કોઈ જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણ વિનાનો અર્થાત્ શ્રદ્ધા-બુદ્ધિ-વર્તન વિનાનો નથી. એ મિથ્યા હોય-અવળા હોય એટલે વિનાશી સાથે જોડાયેલા હોય તો સંસાર છે. એ સમ્ય બને એટલે કે અવિનાશી સાથે-પરમાત્મસ્વરૂપ સાથે જોડાય તો મોક્ષમાર્ગ છે. એ ગુણો પરાકાષ્ટાના બની પૂર્ણપણે સ્વરૂપમાં પ્રવર્તે તો તે ગુણોની પૂર્ણતા એ મોક્ષ છે. માટે જ એક જ્ઞાનીએ II સચન્દર્શન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષના . સૂત્રની પૂર્વ અને પશ્ચાતનું સૂત્ર આપ્યું કે મિથ્યાદર્શન-જ્ઞાન-વારિત્રાળ સંસાર: II અને II પૂર્ણ વર્શન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષ: In મિથ્યાત્વને કારણે જ્ઞાન જ મતિઅજ્ઞાન બને છે. સમ્યકત્વ થતા જ એ મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન, સમ્ય મતિજ્ઞાન-સભ્ય શ્રુતજ્ઞાનરૂપે પરિવર્તિત થાય છે. એ વિકારી મતિજ્ઞાન અવિકારી-વીતરાગ બનતા જ કેવળજ્ઞાનરૂપે પરિવર્તિત થાય છે. ચક્રનું જે ઉલટું અધમપ્રવર્તન છે, તે સુલટું ફરતાં ધર્મ વતનધર્મચક બને છે. ચક્રનું પ્રવર્તન સ્થિર થઈ જતાં સ્વરૂપસ્થિરતા અને છે. આત્મવિકાસના ગુણારોહણના ક્રમમાં (ક્ષપકશ્રેણિમાં) પહેલા ધર્મસંન્યાસ આવે છે અને પછી યોગસંન્યાસ આવે છે. - વીતરાગતા જ રાગ-દ્વેષરૂપે, આનંદ જ સુખ-દુઃખરૂપે, કેવળજ્ઞાન જ મતિજ્ઞાન રૂપે, કેવળદર્શન જ ચક્ષુ-અચક્ષુ દર્શનરૂપે, અક્રિયતા જ સક્રિયતારૂપે, સ્વભાવ જ દુર્ભાવ-સદ્ભાવરૂપે, પ્રકૃતિ જ વિકૃતિ-સંસ્કૃતિરૂપે પરિણમેલ છે. ગુણકરણવડે દૈતમાંથી અદ્વૈત થવાનું છે.
વિનાશીના વિદ્યાર્સે રહેવાય નહિ અને અવિનાશીના શરણ વિના જીવાય નહિ.