Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
224
ભોગ લેવાય છે. જે આત્માને એના પરમાત્મભાવ – મોક્ષ સાથે જોડાણ કરાવે છે તેને જ યોગ કહેવાય છે.
મય-વા-મન: ચો:II કાયા, વચન અને મનનો વ્યાપાર એ યોગ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્ય-આત્મશક્તિ અર્થમાં પ્રયોજાયો છે. યોગ એ આશ્રવ છે. યોગના હલનચલન-કંપનથી કર્મનો આશ્રવ થાય છે. શુભ-પ્રશસ્ત યોગ પ્રવર્તનથી પુણ્યાશ્રવ છે. અશુભ-અપ્રશસ્ત યોગ પ્રવર્તનથી પાપાશ્રવ છે. | સષાયાડાયયો. સાપુરાથિયોઃ II કષાયસહિત આત્માનો યોગ કાષાયિક-સામ્પરાયિક કર્મનો આશ્રવ બને છે. અને અકષાય-કષાયરહિત આત્માનો યોગ ઈર્યાપથ રસરહિત કર્મનો આશ્રવ બને છે, જે તેરમા ગુણઠાણાના કેવળીભગવંતોને હોય છે. ચૌદમાં ગુણઠાણે પરમયોગસ્થર્યરૂપ શૈલેશીકરણથી સર્વ-સંવર હોવાના કારણે આશ્રવ હોતો નથી. પછીની અવસ્થા યોગાતીત, અશરીરી અવસ્થા હોવાથી એ અયોગી સિદ્ધાવસ્થામાં યોગકંપનનો પ્રશ્ન રહેતો નથી. એ નિષ્કર્મા, નિષ્કલંક, નિરંજન, નિરાકાર અવસ્થા છે. આમ ચોદમાં ગુણઠાણે આશ્રવન સર્વથા નિરોધથી સર્વ-સંવર છે, જ્યાં ઉપયોગ અવિનાશીતા તથા આત્મપ્રદેશની પરમ-સ્થિરતાની આદિ છે, જે સિદ્ધ થયા પછી સાદિ-અનંતકાલ હોય છે અને તેની સાથે અક્રિયતાપૂર્વકની આત્માની આત્મામાં જ ટ્યુત થયા વિનાની અય્યત આત્મસ્થિતતા-આત્મરમમાણતાઆત્મીયતા-આત્મલીનતા છે.
આમ ઉપાદેય એવા સંવરના ૫૭ ભેદથી, ૪૨ ભેદ થતાં આશ્રવનો નિરોધ કરી સર્વથા સર્વકાલીન પુદ્ગલમુક્ત એવી મુક્તાવસ્થાસિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે.
સામાન દષ્ટિકોણ નથી સમજાતો તેથી આપણને કષાય થાય છે. View points Degree જુદી જુદી છે તેથી જીવો જુદું જુદું માને છે.