Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
223
- હૃદય નયન નિહાળે જગધણી
|| નૈયો મોક્ષ: II સકળ કર્મોનો ક્ષય કરવા વડે જીવ મોક્ષ પામે છે. આ માટે પ્રથમ બંધ હેતુઓથી આત્માને અળગો રાખી પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવી જરૂરી છે. અર્થાત્ સંવરપૂર્વક નિર્જરા થવી જરૂરી છે. એ માટે કષાયો દૂર થવા જરૂરી છે, જેને માટે વિષયોથી દૂર રહેવું જરૂરી છે. વિષયકષાયથી દૂર રહેવા સમતાભાવ કેળવવો જરૂરી છે. સમકિતની પૂર્વે સમકિત લાવવા માટે અને સમકિત થયા પછી નિષ્કષાય થવા માટે સમતાભાવની આવશ્યકતા હોવાથી કહ્યું છે કે II સમત્વમ્ યોગ વ્યા
આશ્રવ અને કષાયની ચોકડીને તોડીને, ચાર ગતિરૂપ સંસારને છેદીને, પંચમગતિ, જે સ્થિતિ છે તે મોક્ષને અપ'વર્ગને પામવાનો છે. એ માટે મળેલાં સાનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંયોગોને મોક્ષાનુકૂળ બનાવવાના છે, મોક્ષ માટે પ્રયોજવાના છે. એ માટે નામસ્થાપના-દ્રવ્ય-ભાવ નિપાથી, મુક્ત થઈ ગયેલા ભગવાન જિનેશ્વરનું આલંબન લેવાનું છે. એ આલંબનના આધારે દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારના ત્યાગધર્મનું ધર્માચરણ કરવા દ્વારા, અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને ઓળંગી જઈને, ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને આદરવાના છે અને ફળ સ્વરૂપ મોક્ષ એટલે કે અનન્ત દર્શન, અનન્ત જ્ઞાન, અનન્ત વીર્ય અને અનન્ત સુખના અનન્ત ચતુષ્કની ઉપલબ્ધિ કરવાની છે.
| | ચોકોપયોગી નીવેડ્ડા જીવમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો અનાદિથી છે. યોગ બનેલા છે પુદ્ગલના પણ હોય છે જીવને. પ્રાપ્ત મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. એ મોક્ષ માટે પ્રવર્તે તો યોગ છે અને વિષય વિલાસમાં પ્રવર્તે તો ભોગ છે, જેનાથી આત્માના આત્મભાવનો
ઠરેલો ઠારે અને બળેલો બાળે.