Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
221
હૃદય નયન નિહાળે જગધણી
卐
આ મિથ્યાત્વના પણ પાછા પાંચ પ્રકાર છે. ૧) આભિગ્રહક
૨) અનાભિગ્રહિક ૩) આભિનિવેશિક ૪) સાંયિક ૫) અનાભોગિક, જેનું વિશેષ વિવરણ ધર્મપરીક્ષા-ગ્રંથથી જાણી લેવું.
અવિરતિ : અવિરતિમાં સાવદ્ય વ્યાપારમાં યોગની પ્રવર્તના હોય છે.
સંસારના ભવદુઃખથી ત્રાસીને, જે સંસારત્રસ્ત જીવો સંસાર પ્રત્યે વિરક્ત એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બને છે, તે સંસારમાં અરતિ થવાથી વિરતિમાં આવે છે. જે દેશથી એટલે કે આંશિક શરતીય વિરતિ સ્વીકારે છે, તે છૂટછાટ રાખનાર એકથી લઇ બાર વ્રત . ઓછા વત્તે અંશે સ્વીકારે છે. એવા જીવો દેશવિરતિધર શ્રાવક કે શ્રાવિકા કહેવાય છે. એમને સ્થૂલથી અનેક ભાંગે પાંચવ્રતોનો સ્વીકાર હોય છે, તેથી અણુવ્રત કહેવાય છે.
જે જીવો કશીય છૂટછાટ રાખ્યા વિના બીનશરતિ, સર્વથી વિરતિ સ્વીકારી પોતાના જન્મજાત સાંસારિક નામ-રૂપ અને સર્વસંગનો પરિત્યાગ કરી સમવસરણના પ્રતિકરૂપ નાણ સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક પંચમહાવ્રતધારી ષટ્કાયરક્ષક બને છે, તે ચારિત્રધર સર્વવિરતિધર કહેવાય છે.
અવિરતિ એ બીજા પ્રકારનો આશ્રવ છે. એમાં કોઈ પણ-ટેકપ્રતિજ્ઞા કે પચ્ચખ્ખાણ વિનાનું નિરંકુશ જીવન હોય છે. વળી વૃત્તિ અને પ્રવૃત્તિમાં અપ્રશસ્ત-અશુભ યોગનું પાપપ્રવર્તન હોય છે; જેનાથી પાપાશ્રવ થાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિ જો શુભ સદાચારી પ્રશસ્ત હોય છે, તો તેવા પ્રશસ્તયોગ પ્રવર્તનમાં પુણ્યાશ્રવ હોય છે.
કષાય ઃ કણ્ એટલે સંસાર અને આય એટલે કે લાભ. જેનાથી
જ્યાં ગુણની સહજતા-સરળતા-સાતત્યતા ત્યાં વ્યાપકતા.