Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
સંસારની વૃદ્ધિ થયા કરે તે, અઢારમાના પહેલાં પાંચ મોટા પાપ પ્રાણાતિપાત, આદિ પાપોના પોષક અને પ્રેરક, પછીના ચાર મોટા પાપ છઠ્ઠું ક્રોધ, સાતમે માન, આઠમે માયા અને નવમે લોભ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય કહેવાય છે. એ ચારના પાછા ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન છે. ચાર કષાયના ચાર ચાર પ્રકાર એટલે સોળ કષાય થાય. પાછા એ સોળ કષાયના ચાર ભાંગા અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ-માન-માય-લોભ, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની–અનંતાનુબંધી પ્રત્યાખ્યાની–અનંતાનુબંધી સંજ્વલન ક્રોધમાન-માયા-લોભ મળી ૧૬૪૪=૬૪ પ્રકારના કષાય થાય.
આ કષાયોના પોષક ને પ્રોત્સાહક નવ નોકષાય, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા અને પુરુષ-સ્ત્રી-નપુંસકવેદ છે.
222
કષાય આત્માના અધ્યવસાયને કલુષિત કરે છે. કલુષિતતા જ કર્મબંધનો હેતુ-કારણ છે. એથી જ કહે છે;
II ષાયમુત્તિ વિતરેવ મુવિસ્તા
ક્લેશે વાસિત મન સંસાર ક્લેશરહિત મન તે ભવપાર
-
મહામહોપાધ્યાયજી
પૂ. વાચક ઉમાસ્વાતિજી પણ તત્ત્વાર્થ સૂત્રમાં કહે છે... - संकषायत्वाज्जीवः कर्मणो योग्यान्पुद्गलानादत्ते ।।
ચાર કષાયને લીધે જીવ કર્મને યોગ્ય કાર્યણવર્ગણાના પુદ્ગલોને પ્રતિ-સમય ગ્રહણ કરે છે. છેક છેવટે દશમા ગુણસ્થાનકના અંતે છેલ્લા લોભકષાયનો નાશ થતા ક્ષીણકષાય-ક્ષીણમોહ થઈને વીતરાગ થવાય છે. તેથી જ કહ્યું છે કે...
સતત સરળ સહજ ગુણ પ્રવર્તન તે જ કેવળજ્ઞાનનું પ્રકાશન.