Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
217
હૃદય નયન નિહાળે જગધણી
5
પાઠાંતરે ‘જોગે’ની જગાએ ‘યોગ’, ‘બંધને’ની જગાએ ‘બંધમેં’, ‘હેય’ની જગાએ ‘હે’ અને ‘સુણાય’ની જગાએ ‘સુયાણહ’ એવો પાઠ-ફરક
છે.
::
શબ્દાર્થ : જ્યારે કર્મબંધનું કારણ મળે છે ત્યારે આત્મા કર્મનો બંધ કરે છે. અને જ્યારે મુક્તિનું કારણ મળે છે ત્યારે કર્મથી મુક્તિ મેળવે છે.
જે કારણથી બંધ થાય છે, તે કારણોને સેવવાના બંધ કરવામાં આવે અને જે કારણથી મુક્તિ મળે છે, તે કારણોનું સેવન કરવામાં આવે તો બંધથી છૂટાય અને મુક્તિ મેળવાય.
જે કારણોથી કર્મબંધ થાય છે તે કારણોને આશ્રવ કહ્યાં છે, અને જે કારણોથી કર્મબંધ અટકે છે, તેને સંવર કહેલ છે.
કર્મબંધ થાય તેવા કારણોથી દૂર રહીએ તો નવો કર્મબંધ થાય નહિ એવી કાળજી રાખી જૂના બાંધેલા કર્મોનો નિકાલ કરીએ અર્થાત્ તેને ખેરવી નાખવાની ક્રિયા કરીએ તેને સંવરપૂર્વકની નિર્જરા કહેવાય છે. નવા કર્મોથી બંધાઈએ નહિ અને જૂના બંધાયેલા બધાંય કર્મોની નિર્જરા થઇ જાય એટલે કર્મમુક્ત થઈ જવાય. નવું ભરવું નહિ અને જૂનું ભરાયેલું ખાલી કરી શૂન્ય થઈ જવું-ખાલી થઇ જવું તે જ પરથી છૂટકારા રૂપ મોક્ષ છે.
આશ્રવ હેય છે એટલે કે ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય એટલે કે આદરવા યોગ્ય આચરણીય છે. આ શાસ્ત્રનું રહસ્ય છે. બાકી બધો તેનો જ વિસ્તાર છે.
કર્મબંધ થવાને યોગ્ય કારણોનો સંયોગ થવાથી જીવને કર્મબંધ
જ્યાં સુધી નિમિત્ત તરફ દૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર નહિ થાય.