Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
215
- હૃદય નયન નિહાળે જગધણી
i ગાત્મા તત્ ગચ સંયોત્સરી, તસ્વિયોતિ: ।। स एव मुक्तः एतौ च तत् स्वाभाव्यात् तयोस्तथा।।"
સસંયોગી આત્મા શરીરધારી સંસારી આત્મા છે. અસંયોગી અશરીરી આત્મા મુકતાત્મા-સિદ્ધાત્મા છે.
અન્યસંયોગી એવા સંસારી આત્માને પોતાના અસ્તિત્વનું આત્મતત્ત્વનું-વસ્તુતત્વનું ભાન નથી કે હું કોણ છું?” અજ્ઞાનતાના કારણે અભાનતા છે અને તેથી બેભાનપણે બેફામ જીવન જીવાય છે. જીવને સવળો પુરુષાર્થ કરવામાં, જો કોઈ પણ આડે આવતું હોય, તો તે તેની પોતાની અજ્ઞાનતા જ છે. જડનો તો સ્વભાવ જ નથી કે તે પોતે સ્વયં કોઈ સવળો કે અવળો પુરુષાર્થ કરે. પુદ્ગલ તો પોતાનાં પરિણમનમાં પૂર્ણપણે પ્રામાણિક છે. જેવા ભાવે પુલનું ગ્રહણ થાય છે તેવા જ ભાવે તે પરિણમે છે. પુદ્ગલનું પરિણમન ક્રમબદ્ધ છે. પુલ જડ છે અને તેથી તેને સુખદુઃખ કે શાતા-અશાતાના વેદનનો પ્રશ્ન નથી. જીવ સુખી કે દુઃખી છે અને તેથી તેને શાતા-અશાતાના વેદનના પ્રશ્નનો તોડ લાવવાનો છે કે કઈ રીતે ને કયા ઉપાયથી સર્વથા સર્વદા સર્વત્ર દુઃખમુક્ત થઈ અનંત શાશ્વત સુખમાં રહેવાય. અજ્ઞાનતા અને અભાનતાના કારણે મોહવશ સંસાર તરફ ઢળેલો રાગભાવ જ એના અવળા પુરુષાર્થનું કારણ છે. આત્મજ્ઞાનથી સ્વરૂપ તરફનો ઢળેલો વિવેકભાવ જ સવળા પુરુષાર્થનું કારણ છે. સવળી સમજથી સવળો પુરુષાર્થ થાય તો મોક્ષ મુશ્કેલ પણ નથી અને દૂર પણ નથી. એ માટે કાંઈ ભવિતવ્યતા, ભાગ્ય કે નિયતિના ભરોસે હાથ જોડી નિષ્ક્રિય બેસી રહેવાય નહિ. ધર્મ અને મોક્ષ પુરુષાર્થથી તે પ્રાપ્ય છે તેથી તો ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ કહેવાય છે. ભાગ્યના ભરોસે રહેનાર તો અનેક જીવો
અભવિ પાસે ગુણ છે પણ ગુણદષ્ટિ નથી. ગુણદષ્ટિ હોય ત્યાં ગુણરથાનક હોય, મોક્ષમાર્ગ હોય.