Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી 214
જુદા જ છે. સોનું એ સોનું છે અને માટી એ માટી છે. પરંતુ ખાણમાંથી બન્ને એકમેક થયેલા ભેગા જ મળી આવે છે. સોનાને માટીનો સંયોગ થયો છે અને માટીને સોનાનો સંયોગ થયો છે. – અરસપરસ અન્યસંયોગી બન્યા છે. અનાદિની કુદરતી-પ્રાકૃતિક રચના કહો કે વ્યવસ્થા કહો તે આવી વ્યવસ્થિત જ છે. “જોડી અનાદિ સ્વભાવ...’’ છે. સોનું અને માટી કે પાષાણનો સંયોગ ક્યારે થયો? તે કોઈ કહી શકે એમ નથી. એ તો અનાદિની જોડી સ્વભાવમાં જ છે. એવો જ પુરુષ અને પ્રકૃતિ એટલે કે જીવ અને કર્મનો અરસપરસ સંયોગ સંબંધ છે. અનાદિની આ સંયુક્તતાજોડી સ્વભાવ છે. એના પ્રારંભની પૃચ્છા કરવી અપ્રસ્તુત છે. કારણ કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય અને ફળનું ફળ હોય તો મૂળનો અને ફળનો અભાવ થઈ જાય. આ મૂળ સ્વભાવ-મૂળ પ્રકૃતિ છે.
આવો જ્યાં સુધી અન્ય સંયોગી આત્મા છે, ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. એ સહ અન્ય-સાન્ય એટલે કે સાપેક્ષ છે. આત્મા જ્યારે અન્ય સંયોગથી છૂટો પડી જાય છે ત્યારે તે(ન) અ+અન્ય = અનન્ય એટલે કે અપેક્ષા વિનાનો નિરપેક્ષ સિદ્ધ આત્મા-શિવ થઈ જાય છે. એટલે જ સંથારા પોરિસીમાં ફરમાવ્યું કે..‘‘II સંનોT मूला 'जीवेण पत्ता -વપરંપરા ।।' '
તત્ત્વાર્થ સૂત્રમાં પૂર્વધર વાચક ઉમાસ્વાતિજી પણ જણાવે છે કે... ‘।। ભૃત્ત્તર્મક્ષયો મોક્ષઃ ।।’’
યોગબિંદુ ગ્રંથમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિજી પણ આ જ વાત ફરમાવે છે કે...
સાત્માના નિર્મળ પર્યાયની અનુભૂતિ તે ભાવ શાસન-સ્વરૂપ શાસન છે, તે પામવા માટે જિનશાસન છે.