Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
212
તેમ અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી આદિ, વીસ વિહરમાન ભાવ જિનેશ્વર ભગવંતોના ઉપનિષદમાં શુદ્ધિકરણનો મહાયજ્ઞ (Great Refinery) ચાલી રહ્યો છે. ત્યાં અનેક આત્માઓ માર્ગાનુસારીતા, સમ્યકત્વ, વિરતિ, વીતરાગતા-સર્વજ્ઞતા-સર્વદર્શીતા અને સિદ્ધત્વને પામી રહ્યાં છે. આપણે પણ આપણો નંબર ત્યાં લગાડવાનો છે.
આયુષ્યકર્મ સિવાયના બધાય કર્મોનો સ્થિતિબંધ અંતઃકોટાકોટીનો થાય છે ત્યારે જીવ મોક્ષ પામવાને યોગ્ય બને છે. આવા ચરમ યથાપ્રવૃત્તકરણની યોગ્યતાવાળા જીવોને મુક્તિ પ્રાપ્તિને યોગ્ય કારણોસંયોગો આવી મળે છે, અજ્ઞાની જીવો અજ્ઞાનદશામાં પ્રકૃતિથી બંધાયેલા છે અને જેનો રાગભાવ છૂટ્યો નથી, એવા જીવોનું વીર્ય જ હણાઈ ગયું હોવાથી તે નિર્વીર્ય નબળા છે. બાકી તત્ત્વચિંતક વિચારશીલ મતિમંત આત્માઓ જે જાગેલાં છે, તેમણે તો સિંહની જેમ શૌર્ય ફોરવી કર્મો ઉપર હલ્લો જ બોલાવવાનો છે અને પ્રભુ મહાવીરસ્વામીની જેમ, જવું પડે તો અનાયદેશમાં જઈને પણ કર્મ ઉપર ત્રાટકવાનું છે અને એને પટકી નાખી, પરાજિત કરી અજિત થવાનું છે. સમલમાંથી અમલ-નિર્મળ પદ્મપ્રભુસ્વામી જેવા બનવાનું છે.'
કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦૩
પાઠાંતરે લગેના સ્થાને લગે” અને “કહેવાય'ના સ્થાને કહાય” એવો પાઠ-ફરક છે.
શબ્દાર્થ કનક એટલે કુંદન-શુદ્ધ સોનું અને ઉપલ એટલે પથ્થર, વત્ એટલે જેમ. પયડી એટલે પ્રકૃતિ અને પુરુષ એટલે દેહમાં પુરાયેલો
મળવું એ પુણ્યોદય છે જ્યારે બનવું એ પુરુષાર્થ છે.