Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી 216
રખડી પડ્યા છે. જેવો પુરુષાર્થ તેવું ફળ પ્રાપ્ત થાય એ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિ ક્યારેય પ્રતિકૂળ થતી નથી. એ તો આપણને સાનુકૂળ બનવા સજ્જ જ છે. જરૂર તો, આપણે પોતે સવળો પુરુષાર્થ કરીએ તેની છે. ધર્મસત્તાનો પણ આજ નિયમ છે. ઘેટાંના ટોળા વચ્ચે ઉછરેલા સિંહને પોતાના સિંહપણાનું ભાન થયા પછી એ ક્યારેય ઘેટું થાય નહિ. પ્રકૃતિનેકર્મને પણ સત્તા તો આત્માએ જ આપી છે. બળવાન કોણ? સત્તા આપનારો કે જેને સત્તા અપાય છે તે? આપેલી સત્તા પાછી ખેંચી લેવાની જરૂર છે. Power of Attorney should be withdrawn. આ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મ તો હજુરીયા છે. આતમરાજાએ કર્મહજુરીયાને સત્તા આપી છે તેથી તે ઉપર ચઢી બેઠો છે અને રાજાને રાંક બનાવી દીધો. વાઘ, બિચારો બની, બકરી થઈ ગયો છે. કાર્યણવર્ગણામાં સ્થિતિ અને રસ આપણે રેડીએ છીએ. અકષાયી થઇ જઈએ અને કાર્યણવર્ગણામાં સ્થિતિ અને રસ નહિ રેડીએ તો તેરમા ગુણસ્થાનકે રહેલ કેવળજ્ઞાનીની જેમ માત્ર એક સમયનો પ્રદેશ અને પ્રકૃતિબંધ રહે અને પ્રકૃતિબંધ પણ શરીર છે ત્યાં સુધી, યોગકંપન હોવાના કારણે જ રહે છે. કેવળજ્ઞાનીને ઉપયોગકંપન તો હોતું જ નથી. જેટલી સક્રિયતા તેટલી અસ્થિરતા અને જેટલી અક્રિયતા તેટલી સ્થિરતા. સંયોગ છૂટી ગયા પછી વિયોગ છે જ નહિ. સંયોગ છે ત્યાં જ વિયોગ છે. શરીર છૂટી ગયા પછી નિર્વાણ થયેથી અશરીરી બન્યા તેને જનમ-મરણ શેના? શરીરના જનમ-મરણ છે. આત્માના કાંઇ થોડા જનમ-મરણ છે!! આત્મા તો અનાદિ-અનંત અનુત્પન્ન અજરામર અવિનાશી સ્વયંભૂ ને સ્વયંસિદ્ધ છે.
કારણ જોગે હો બાંધે બંધને રે, કારણ મુતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦૪
(અ) દોષદૃષ્ટિ હોય ત્યાં ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. ગુણદૃષ્ટિ હોય ત્યાં દોષ હોવા છતાં હાનિકર્તા નથી. (બ) દોષ એ કાંટો છે. દોષદૃષ્ટિ એ બાવળિયાનું ઝાડ છે.