Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
213
હૃદય નયન નિહાળે જગધણી
ઈશ્વર અર્થાત્ આત્મા. જેમ સુવર્ણ અને પાષાણ એકમેક થયેલા સુવર્ણપાષાણકંધરૂપે ખાણમાંથી મળી આવે છે, તેમ પુરુષ-આત્મા અને પ્રકૃતિકર્મ એકમેક સાથે જોડાયેલા સ્વભાવવાળા અનાદિથી મળી આવે છે.
જ્યાં સુધી આત્મા અન્ય એટલે કે પર એવા પુદ્ગલના સંયોગથી સંયોગી છે ત્યાં સુધી એ પુદ્ગલયુક્ત આત્મા સંસારી કહેવાય છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ પુદ્ગલના બે ભેદ-પ્રકાર છે કે જીવ સહિતનું પુદ્ગલ તે સચિત્ત અને જીવ રહિત પુદ્ગલ તે અચિત્ત. એ જ પ્રમાણે જીવ-આત્માના પણ બે પ્રકાર છે. પુદ્ગલયુક્ત તે સંસારી જીવ - શરીરધારી આત્મા અને પુદ્ગલમુક્ત તે અશરીરી સિદ્ધાત્મા-શુદ્ધાત્મા. જગત આખાની રમત- સંસારીઓના સંસારનો બધોય ખેલ જીવ અને પુદ્ગલનો છે. અર્થાત્ પુરુષ અને પ્રકૃતિનો છે. આ ખેલ-સંસારનું નાટક અનાદિકાળથી ચાલ્યું આવે છે. એની કોઈ આદિ એટલે કે પ્રારંભશરૂઆત નથી. સંસારના આ નાટકમાં ભાગ લેવાનું-ભળવાનું-ખેલ ખેલવાનું છોડી દઈને એ ખેલને પ્રેક્ષક તરીકે માત્ર જોનારા-ભાળનારી થઈએ તો એ ખેલ-નાટકનો અંત The End આવે અને પુગલયુક્ત સંસારી એવા આપણે પુદ્ગલમુક્ત સિદ્ધ થઈ શકીએ એમ છીએ. અનાદિના આપણે રૂપારૂપી જ છીએ. હવે જો રૂપી એવા પુદ્ગલથી જુદા પડીએ-છૂટા થઈએ તો અરૂપી એવા સિદ્ધ આત્મા થઈએ અને સંસારથી છૂટીએ એટલે કે મુક્ત થઈએ.
“કનકાપલવત્ પયદિ પુરુષ તણી રે..” કહીને કવિરાજ વાતને દૃષ્ટાંતથી સુસ્પષ્ટ કરે છે. ખાણમાંથી સોનું સુવર્ણપાષાણ સ્કંધ રૂપે જ મળી આવે છે. સોનું અને પાષાણ કે માટી, એ બન્નેના ગુણધર્મો જુદા
શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ઘર્મ નહિ પામી શકાય.