Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
211
હૃદય નયન નિહાળે જગધણી
5
વિશાળ તર્કબદ્ધ વિચારણા કરી છે. કમ્મપયડી, કર્મગ્રંથ આદિના માધ્યમથી તેનો વિશેષ અભ્યાસ થઈ શકે છે, જે મુમુક્ષુ સાધકે ખાસ કરી લેવા જેવો છે. છેવટે છ પૈકીના પહેલા બે કર્મગ્રંથનો અભ્યાસ જે કાંઈ બહુ અઘરો નથી, તે અવશ્ય કરી લેવા જેવો છે.
બાકી તો, જે કોઇ વિરલા સાધકો કર્મના પ્રકાર, તેના મૂળ-ઉત્તર ભેદ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ અને તેના બંધ, ઉદય, ઉદીરણા, સત્તાને જાણી લઈને; સત્તામાં સૂતેલા કર્મોને લલકારીપડકારી-આહ્વાન આપી-જગાડી, ઉદીરણા કરીને, છાતી કાઢીને કાઠો થઈ સામી છાતીએ સિંહની જેમ, કે ફણા ચઢાવી ફુત્કારતા કાળા ભોરીંગ નાગની જેમ, સામનો કરે છે; તે તેનો વિચ્છેદ કરવાનું પરાક્રમ કરવા સમર્થ બને છે. સમ્યક્ત્વ પામેલા કે તેને પામવાની યોગ્યતાવાળા જીવો જ આવું સામર્થ્ય બતાવી શકે છે અને સત્તામાં રહેલ સઘળાય કર્મોને છંછેડી તેની ઉદીરણા કરી, બહાર લાવી, સામનો કરીને સંપૂર્ણ વિચ્છેદ કરી, ખાતમો બોલાવી, ક્ષપકશ્રેણિ માંડી મોક્ષ પામે છે. પરિણામે આત્મા સ્વયં પરમાત્મા બનતા લોકાગ્રશિખરે આરૂઢ.થઈ પદ્મપ્રભસ્વામીનું અને પોતાનું અંતર દૂર કરી શકે છે. ‘‘સત્તા કરમ વિચ્છેદ’’થી ‘‘આંતરું ભાંજે’’ છે. અને સત્તામાં રહેલું કેવળજ્ઞાન પર્યાયમાં પ્રગટે છે. કર્મવિજ્ઞાનનો અભ્યાસ એ દ્રવ્યાનુયોગનો વિષય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસથી દ્રવ્ય વિશે માહિતગાર થઈ ચરણકરણાનુયોગ જે શુદ્ધિકરણ છે, તેનાથી વસ્તુના શુદ્ધત્વ-દ્રવ્યત્વ-વસ્તુત્વને પર્યાયમાં વ્યક્ત એટલે કે પ્રગટ કરવાનું છે. કર્મના મેલને-અશુદ્ધત્વને દૂર કરી શુદ્ધત્વને બહાર પર્યાયમાં એટલે કે અનુભૂતિમાં આણવાનું છે.
વર્તમાનમાં જેમ અત્રે ચર્મચક્ષુ પ્રદાનના નેત્રયજ્ઞ ચાલી રહ્યા છે,
જીવનવ્યવહારમાં થતી પ્રવૃત્તિમાં ગુણની છાયા હોવી જોઈએ અને નિવૃત્તિમાં પોતામાં ઠરવાપણું જોઈએ.