Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
209
હૃદય નયન નિહાળે જગધણી
આત્માના અતિરૂપ અનુજીવી એટલે કે વિધેયાત્મક ગુણોનો ઘાત કરનારા છે તેથી જ તે ઘાતિકર્મ છે. જે ચાર કર્મો ૧) વેદનીય ૨) આયુષ્ય ૩) નામ અને ૪) ગોત્ર કર્મ છે. તે આત્મપ્રદેશની સ્થિરતાને હણનારા, આત્મપ્રદેશને આવરનારા અને જીવને શરીરધારી રૂપે ટકાવી રાખનારા છે, તેને અઘાતિ કર્મ કહે છે. એ વિધેયાત્મક (અનુભવી) ગુણનો ઘાત કરતા નથી પણ અશરીરી આત્માને સશરીરી બનાવી ને સંસારમાં રાખનારા હોવાથી અઘાતિ કર્મ કહેવાય છે. એ આત્માના નાસ્તિરૂપ પ્રતિજીવી એટલે કે નિષેધાત્મક ગુણોનો ઘાત કરનારા છે તેથી તે અઘાતિકર્મ છે.
બંધોદય એટલે બંધ અને ઉદય. કાર્મણવર્ગણા-પુદ્ગલપરમાણુનો આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધ થવો તે બંધ. એ કર્મ-deed.cause છે.
બંધાયેલું કર્મ પરિપક્વ થયે છતે તેનું ફળ ચખાડે છે. અસર બતાવે છે, તે કર્મનો વિપાક છે - કર્મ ફળ પરિણામ છે, જે Effect છે. અર્થાત્ ઉદય છે.
ઉદીરણા એટલે જે કર્મો હાલમાં ઉદયમાં આવે તેવા નથી, એ કર્મોને બળાત્કારે ઉદીરણાકરણથી તપાદિ દ્વારા ઉદયાવલિકામાં લાવવા દ્વારા ભોગવવા.
બંધાયેલ કર્મો બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધીના વચ્ચેના અવાન્તર કાળને સત્તા કહેવાય છે. એ Potentiality છે.
વિવેદ એટલે કર્મનો વિચ્છેદ અર્થાત્ કર્મનાશ કે કર્મક્ષય. કાર્મણવર્મણારૂપે છૂટા રહેલાં પુદ્ગલપરમાણુ વિશ્રણા પુદ્ગલપરમાણુ કહેવાય છે. કર્મરૂપે પરિણમી રહેલાં પુદ્ગલપરમાણુ પ્રયોગસા પુદ્ગલપરમાણુ
પરપદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે અને મમત્વ એ યાત્રિ મોહનીયનો ઉદય છે.