Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી 210
કહેવાય છે. અને કર્મરૂપે પરિણમીને આત્મપ્રદેશે રહેલા પુદ્ગલપરમાણુ મિશ્રસા કહેવાય છે.
જીવને જે કાર્મણવર્ગણા કર્મરૂપે પરિણમીને આત્મપ્રદેશે ચોંટી છે, તે દ્રવ્યકર્મ છે. રાગાદિ પરિણામ કે જેના કારણે કર્મ ચોંટ્યા છે, તે ભાવકર્મ છે. ઈન્દ્રિય, શરીરાદિ નોકર્મ છે.
લક્ષ્યાર્થ-વિવેચન : મન, વચન અને કાયા દ્વારા જીવ જે જે શુભ કે અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ કરે છે એટલે કે જે જે ભાવ કરે છે અને ભાવ પ્રમાણે ક્રિયા કરે છે; તેનાથી તે જ સમયે જીવ પોતાના આત્માને તે કર્મથી બાંધે છે. આત્મા એના મૂળ, શુદ્ધ સ્વરૂપમાં અયોગીઅશરીરી છે અને ઉપયોગથી અવિનાશી છે. શરીર હોવાથી યોગનું હલનચલન એટલે કે યોગકંપન છે અને ઉપયોગ સવિકલ્પક હોવાથી ઉપયોગમાં પળે પળે પલટાવાપણું છે જે ઉપયોગકંપન છે. આ યોગકંપન અને ઉપયોગકંપન જ કર્મબંધનું કારણ છે. એટલે જ નિષ્કર્મી થવા માટે મન-વચન-કાયાની સ્થિરતાની, ગુપ્તિની એટલે કે ધ્યાન અને કાયોત્સર્ગની તથા નિર્વિકલ્પ થવાની સાધના આપવામાં આવી છે. વૃત્તિ અને પ્રવૃત્તિ તરતમભાવે હોય છે માટે કર્મબંધ પણ તરતમભાવે થાય છે. સંસાર આખાની જે વિવિધતા, વિચિત્રતા અને વિષમતા છે, તેના મૂળમાં જુદા-જુદા જીવોના જુદી જુદી તરતમતાવાળા કર્મો અને ભાવો છે. એક જ વ્યક્તિના પણ ભાવ અને કર્મ જુદા જુદા સમયે જુદા-જુદા સંયોગોમાં જુદા-જુદા પ્રકારના હોય છે. તેથી જ કર્મની ગતિ ન કળી શકાય એવી ન્યારી છે.
જગત આખામાં એક માત્ર જૈનદર્શને કર્મની ખૂબ ઊંડી, સૂક્ષ્મ અને
આત્મશ્રદ્ધા દૃઢ થવાથી કે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે.