Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
205
- હૃદય નયન નિહાળે જગધણી
અસમાધિથી બચી શકાય છે. આ જ તો આર્તધ્યાનથી બચાવનારું વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. | (ગ) “જે બનવા યોગ્ય છે તે જ બને છે.” “જે બનનાર છે તે ફરનાર નથી.” આ પ્રકારની વિચારણાથી ભાવિ ચિંતા ટળી જાય છે અને ભવિષ્યની કલ્પનાઓ કરી વર્તમાનની અશાંતિ વહોરી લેવામાંથી બચી જવાય છે.
(ઘ) આ રીતે ત્રણે કાળના બધાં પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી પણ જીવને એક વિવેક રાખવો જરૂરી છે કે દોષથી દુઃખની અને ગુણથી સુખની પ્રાપ્તિ છે માટે જીવનમાં ગુણો ખીલવવા જરૂરી છે જેથી જીવનબાગ ગુણપુષ્પોથી મઘમઘાયમાન થાય.
જીવનમાં નમ્રતા લાવવાથી અહંકારનો પાયો તૂટે છે.
જીવનમાં સ્વાવલંબનતા-સ્વાધીનતા લાવવાથી પરાવલંબનતા ટળતાં અપેક્ષાનો પાયો તૂટે છે.
જીવનમાં સહકારી વૃત્તિ કેળવવાથી પરીપકાર તથા પુણ્યની પરબ મંડાય છે.
આવા ગુણોથી જીવને સાત્ત્વિક આનંદ મળે છે. તેથી જ તો જ્ઞાની ફરમાવે છે કે “પુણ્યનો ઉપયોગ કરાય અને ગુણનો ઉપભોગ કરાય.”
આવી તાત્ત્વિક ચિંતવનાથી જીવનારનું જીવન સમાધિમય હોય છે અને મરણ, સમાધિમરણ હોય છે. એ ચિંતવન ભૂતકાળની ભૂતાવળોથી બચાવે છે, વર્તમાન સુધારે છે અને ભાવિ ઉજ્જવળ બનાવે છે.
૩) બીજાના કટાક્ષભર્યા પ્રતિકૂળ કટુ વચનને સહન કરવા માટે
સ્વરૂપબોઘ નય સાપેક્ષ છે પણ સ્વરૂપપ્રાપ્તિ નય નિરપેક્ષ છે.