Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
203
, હૃદય નયન નિહાળે જગધણી
5
હોય કે કંઈક વજન પડતું હોય અથવા તો કોઇ સલાહ-સૂચન માંગવા આવ્યું હોય ત્યારે પ્રેમપૂર્વકના માર્ગદર્શક-સાચા સલાહકાર યા વિષ્ટિકારલવાદ બનીને જીવન જીવવાનું હોય છે.
આમ વાસ્તવિક રીતે જોતાં તો પુણ્યોદયના અવસરે જીવની પાત્રતાની પરખ થાય છે. જે પુણ્યને પચાવી જાણે છે તે પાપથી તો છૂટે જ છે પરંતુ પુણ્યથી પણ પુણ્યવિતરણ કરતો કરતો છૂટી જાય છે.
અનાદિકાળની પોતાની થયેલી રખડપટ્ટી-હકાલપટ્ટીનું ભાન થાય અને ભાવિ રઝળપાટનો–ભવભ્રમણનો ભય લાગ્યો હોય તેવા જીવોમાં જ આવો વિવેક જાગૃત થાય છે. બાકી તો વિવેકના અભાવમાં જીવ સુખમાંસાનુકૂળ સંયોગોમાં રાગ કરીને ફરી’નવા કર્મો વધુ અને વધુ બાંધે છે.
૨) દુ:ખના ઉદયમાં એટલે કે પાપોદયમાં સમાધાન કેળવવું કે જેથી દુઃખની અસરથી મુક્ત રહેવાય. અર્થાત્ દુઃખમાં પણ દુઃખી ન થતા મનની પ્રસન્નતા ટકાવી શકાય.
જીવ જ્યારે બીજાને દોષિત જુએ છે ત્યારે સમાધાન શક્ય થતું નથી. પરંતુ જ્ઞાની-આપ્તપુરુષોના વચનનું આલંબન લેવા માંડે છે તો ઉદ્વેગ શમી જાય છે અને મનની શાંતતા, પ્રસન્નતા જાળવી શકાય છે. શાંતિ, સમાધિ જાળવી રાખવા જરૂરી જ્ઞાનવિકલ્પો નીચે મુજબ છે. એ અસદ્વિકલ્પોને સવિકલ્પોથી હણી નાખનાર જ્ઞાનયોગ નામની રામબાણ ઔષધી છે.
(ક) સ્વ પ્રતિ પોતાના વિષયમાં ‘“જે બન્યું તે જ ન્યાય છે’’ અને તેમાં અન્યાય જોવો તે ભૂલ છે. આ આપણું આખુંય વિશ્વ, વૈશ્વિક
ક્રિયા રહે પણ કર્તા નીકળી જાય ! સંસાર રહે પણ સંસારભાવ નીકળી જાય ! તે ખરી સાઘના છે.