Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
202
પરંતુ રસોદય વખતે જીવે સાવધ રહેવાનું હોય છે. કારણ કે સામાન્યથી જીવ કર્મોદયથી પ્રાપ્ત થતી અવસ્થાનો પ્રતિકાર કરતો હોય છે, આ પ્રતિકારમાં મોહનું આધિપત્ય હોય તો નવીન કર્મબંધ થશે અને તે સમયે જિનાજ્ઞાનું આલંબન અર્થાત્ સ્વરૂપ તરફની રુચિ હશે તો નવીન કર્મબંધનો અટકાવ થશે અને જૂના કર્મોની વિપુલ પ્રમાણમાં નિર્જરા પણ શક્ય બનશે. આમ અધ્યાત્મમાં જાગૃતિ એ અતિ મહત્વનું અંગ છે.
સામાન્યથી ચાર સ્થાને વિવેક કરવો જરૂરી બની જાય છે.
૧) સુખ-શાતાના ઉદયમાં વૈરાગ્ય લાવવો. ૨) દુઃખ-અશાતાના ઉદયમાં સમાધાન કેળવવું. ૩) બીજાના વિચારને સહન કરતી વખતે અંતર્મુખ થઈ સ્વદોષદર્શન કરવું. ૪) બીજાના વિચારને સાંભળતા સ્યાદ્વાદદષ્ટિ-અનેકાન્તદષ્ટિનું આલંબન લેવું.
હવે ચાર પ્રકારના વિવેકની પ્રક્રિયાને સવિસ્તાર વિચારીએ. - ૧) સામાન્યથી જીવ પુણ્યોદયથી મળતા સુખના અવસરે ગુમરાહ થઈ જાય છે. અર્થાત્ સુખમાં પાગલ થઈ બેફામ બની જાય છે. તેથી તે સત્તા જમાવવા, હક માટે લડવા અને બીજાની વાતમાં ડખોદખલ કરી જીવન જીવવાવાળો બને છે. પરંતુ જ્ઞાની કહે છે કે આ પુણ્ય તો પ્રભુએ આપેલી પ્રસાદી છે. એ પ્રભુનો પ્રસાદ તો બધાને વહેચવાનો હોય. માટે જ સત્તાને બદલે સવ્યવહારથી પ્રેમપૂર્વકનું જીવન જીવવાનું હોય છે; હક્ક માટે લડવાને બદલે પોતાની ફરજ-કર્તવ્ય શું છે? એનો વિચાર કરી કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાનું હોય છે. બીજાની બાબતમાં ડખોદખલ કર્યા વિના, જરૂર લાગે ત્યાં અને જરૂર પડે ત્યાં, કે જ્યાં આપણું કંઈક ઉપજતું
ઉપયોગને સઘન બનાવ્યા વિના અને જે બનવું છે ત્યાં ઉપયોગબળને વાળ્યા વિના કાર્ય પ્રતિ ગતિ નહિ થાય.