Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
200
અને તું શિવ છે. તું શુદ્ધ-વિશુદ્ધ છે અને હું અશુદ્ધ છું. તું જ્ઞાનીકેવળજ્ઞાની-સર્વજ્ઞ છે અને હું અલ્પજ્ઞાની-અજ્ઞાની-અન્ન છું. તું સ્વરૂપમાં છે અને હું વિરૂપમાં છું. તું જ્ઞાનાનંદી છે અને હું જ્ઞેયાનંદી છું. તું અદ્ભુત છે અને હું દ્વૈત છું. તું નિરપેક્ષ છે અને હું સાપેક્ષ છું. આ ‘તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત?’” શી રીતે આ અંતર દૂર થાય અને અંતર (હૃદય) એક થાય? આ ભેદ કેમ ભાંગે અને અભેદ કેમ થવાય? તારા મારામાં આ તફાવતનું કોઈ કારણ ખરું? આવી જુદાઈ કેમ? પ્રભુ! મિલન ક્યારે થશે? ક્યારે તારી હરોળમાં સિદ્ધશિલાએ, પરમપદે બિરાજમાન થવાશે?
જાતને અને જગતને . આ યક્ષપ્રશ્નનું સમાધાન આપતા આત્માનુભૂતિના સ્વામી, અલગારી, આનંદઘનજી મહારાજા જણાવે છે કે, આત્મજ્ઞાની, પ્રજ્ઞાવાન, ગુરુ-ભગવંતોનું કહેવું એમ છે કે આ જુદાઈનું કારણ આડે આવતા કર્મોના આવરણ-કર્મપડલ છે. પ્રભુ નિરાવરણ છે અને આપણે કર્મથી આવરાએલા-સાવરણ છીએ. જ્યારે આ કર્મો એના ફળ બતાવશે એટલે કે કર્મફળ પાકી જશે ત્યારે જેમ પાકા-ફળને વૃક્ષ છોડી દે છે તેમ બધાયે કર્મો સર્વથા ખરી જશે- નિર્જરી જશે અને સકર્મકમાંથી અકર્મક થઈશું ત્યારે સમલમાંથી અમલ બનીશું. પદ્મપ્રભ જિન જેવા નિર્મળ થઈશું. સાંજનમાંથી નિરંજન થઈશું.
યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે ૧) મિથ્યાત્વ ૨) અવિરતિ ૩) કષાય અને ૪) યોગ એ આશ્રવરૂપ ચાર કારણોથી જ આત્માં પોતાના પરમાત્મસ્વરૂપથી એટલે કે આનંદથી વિખૂટો પડી ગયો છે. ભગવાનના ચ્યવન અને જન્મ કલ્યાણકની ઉજવણી મિથ્યાત્વના નાશનું અને સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનના દીક્ષા કલ્યાણકની ઉજવણી અવિરતિના નાશનું અને વિરતિની પ્રાપ્તિનું કારણ છે. ભગવાનના
વેદન ત્યાં વિકલ્પ નહિ અને વિકલ્પ ત્યાં વેદન નહિ. જીભને આસ્વાદન અનુભવન સમયે ઉચ્ચરણ નથી હોતું.