Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુમતિનાથજી , 196.
અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત આનંદ-અનંતસુખરૂપ અનંત ચતુષ્કનો અનંત આત્મવૈભવ છે. એ શાશ્વતકાલ ટકનાર, દોષરહિત શુદ્ધ સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ આત્મધન-આત્મસુખ- આત્મસંપત્તિ છે. પાછી એ અવ્યય, અવ્યાબાધ, અયુત અને અપ્રતિહત છે. જે નક્કર સુખકંદનોઆનંદઘનનો રસ પીવો હતો તે રસપાનનો તોષ-પોષ આ મતિજ્ઞાનના કેવળજ્ઞાન રૂપમાં એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપમાં પરિણમનથી છે. એ દર્પણ જેવો અવિકારી “ચિદાદર્શ બની જાય છે. - આત્માનું પરમાત્મરૂપે પરિણમવું એ જ “સુમતિ ચરણકજ આતમ અરપણા” છે. કુમતિનું અવિકારી મતિરૂપ “સુમતિ'માં પરિણમન એ જ સુમતિજિન ભજના છે. કવિરાજ ઉપાસના અને સાધનાના તાણાવાણાથી મનોહર આત્મભાવ ઉપસાવે છે, જે કલા એ યોગ ચમત્કાર છે. - આ યોગચમત્કૃતિરૂપ સુમતિજિન સ્તવનના આલંબને આપણે પણ કુમતિને સુમતિમાં પરિણમવી આપણા મતિજ્ઞાનને કેવળજ્ઞાનરૂપે પરિણાવી આતમરૂપણતા-પરમાત્મત્વને પ્રગટાવીએ; એવી અભ્યર્થના!!!
ત્રણેય યોગની સ્થિરતા યાત્રિની શ્રેષ્ઠતા છે.