Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
195
- હૃદય નયન નિહાળે જગધણી
લક્ષ્યાર્થ-વિવેચન : આત્મવિચારણાથી સમ્યમ્ આત્મ સમજ મેળવીને આત્માના પરમાત્મસ્વરૂપને પામવું એટલે કે સ્વયં પરમાત્મા થવુ, એ જ આતમસમર્પણતા છે. જનમાંથી જૈન થઈ જિન થવુ તે જ બહિરાત્મપણું તજી, અંતરાત્મદશામાં રહી પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવું છે.
વસ્તુતત્ત્વની વિચારણાથી આત્માનું માહભ્ય સમજાય છે. આત્માની સર્વોત્તમતા-સર્વોચ્ચતા સમજાઈ જતા, તે સર્વશ્રેષ્ઠને પામવાની લગની લાગે છે કારણ કે જે મતિભ્રમ થયો હતો તે મતિદોષ ટળી જાય છે. મતિ સુમતિ બની જાય છે તેથી મતિમાં જે હું ફલાણો, હું ઢીંકણી; હું અમુક, હું તમુક; એવો જે વિશેષભાવ હતો કે જે બહરિમાં પદ, પ્રતિષ્ઠા, નામરૂપમાં હું પણાનો ભાવ હતો, તે નીકળી જાય છે. દષ્ટિ જે પર્યાયાર્થિક હતી તે હવે દ્રવ્યાર્થિક થઈ જાય છે. આમ દૃષ્ટિ, મતિ મૂળ એવા આત્મતત્વની સાથે જોડાવવાથી, મતિમાંથી અને દૃષ્ટિમાંથી વિકાર નીકળી જાય છે. વિશેષભાવ જે પર્યાયભાવ છે તે જ વિકાર છે. આ વિકાર નીકળી જતા મતિ અવિકારી થાય છે. બારમા ક્ષીણકષાય-વીતરાગછમસ્થ ગુણસ્થાનકે કેવળજ્ઞાન નથી હોતું પરંતુ મતિજ્ઞાન હોય છે તેથી જ તે ગુણસ્થાનકે છમસ્થતા જણાવી છે. આ બારમા ગુણસ્થાનકનું મતિજ્ઞાન અવિકારી એટલે કે વીતરાગ મતિજ્ઞાન હોય છે. આ જ સુમતિ-શ્રેષ્ઠ મતિ છે જે પાંચમા “સુમતિનાથ ભગવાનના સ્તવનમાં યોગી કવિવર્ષે ગૂંથી છે અને ઈચ્છી છે.
આ અવિકારી મતિજ્ઞાન જ તેરમા ગુણસ્થાને આરોહણ થતાની સાથે કેવળજ્ઞાનરૂપે પરિણમે છે, જે આત્મઅરપણતા કે આતમરૂપણતા છે. આ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ એ જ પરાકાષ્ટાના પરમ પદાર્થરૂપ સંપત્તિની પ્રાપ્તિ છે કે જે આ ભૂમિકાએ સાંપડે છે. એ અનંતદર્શન,
સારા નરસા પદાર્થ, પ્રસંગ, સંયોગ, પરિસ્થિતિની અસરથી મુક્ત થઈ સ્વભાવમાં સ્થિત થવું
તે આંશિક વીતરણતા છે. એ વીતરાગતાની, સાધનામાં મળતી ઝલક છે.