Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
193 હૃદય નયન નિહાળે જગધણી
લેવાની છે અને સંભાળ રાખવાની છે કે જેથી Look-up માં ચળકાટ આવે એટલે કે આત્મતેજ વધે બ્રહ્મતેજ ઝગારા મારે. આ માટે જ અલગારી આનંદઘનજી કહે છે કે બહિરાત્મભાવ તજો, અંતરાત્મભાવમાં આવો, અંતરાત્મભાવમાં રહો - સ્થિર થાઓ ! - આત્મભાવમાં સ્થિર થયેલ અંતરાત્માએ પોતાના જ આત્મામાં સત્તાગત પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપને ભાવવાનું છે અને બહારમાં સ્થાપના-નિક્ષેપે રહેલા એવા પ્રગટ-પરમાત્માને ભજવાના છે. સાધના અંતરમાં કરવાની છે અને ઉપાસના, ભજના બહારમાં પ્રગટ-પરમાત્માનું આલંબન લઈને કરવાની છે. દ્રવ્યાર્થિક નથી અને નિશ્ચય નથી પ્રત્યેક આત્મા સ્વયં જ પરમાત્મા છે. પરમાત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. એ નિરાવરણ અર્થાત્ અનાવૃત્ત છે. જ્યારે ભવ્યાત્માનું પરમાત્મસ્વરૂપ આવરાયેલું છે. ભવ્યાત્મા પણ યોગ્ય પુરુષાર્થના બળે પોતાના સાવરણ પરમાત્મસ્વરૂપને નિરાવરણ કરીને પ્રગટ કરી શકે છે. દિપકમાં અગ્નિ પ્રગટેલો છે અને અરણીના કાષ્ટમાં તે અપ્રગટ છે. કેવળજ્ઞાનને પામેલા કેવળી ભગવંતોની, અરિહંતપદને પામેલા તીર્થકર ભગવંતોની અને સિદ્ધ થયેલા સિદ્ધાત્માઓની પરમાત્મદશા પ્રગટ છે. સંસારી ભવ્યાત્માઓએ એ પરમાત્મદેશા પ્રગટ કરવાની છે. ચોખાના દાણા ઉપર ફોતરાનું આવરણ હોય ત્યાં સુધી તે ડાંગર કહેવાય છે કે જે ડાંગરમાંથી ડાંગરનો ફાળ મેળવી શકાય છે. ડાંગરને છડી નાખી ફોતરાના આવરણને દૂર કરી દેવાથી તે અક્ષત બની જાય છે. એ અક્ષતથી નવો ફાલ મેળવી શકાતો નથી. કર્મોથી આવૃત છે ત્યા સુધી આત્મા સંસારી છે. કર્મોના આવરણ હઠી જતા તે પ્રગટ-પરમાત્મા છે. જેનો તિરોભાવ છે તેનો આવિર્ભાવ – આવિષ્કાર કરવાનો છે.
દર્શનમોહનીયના ક્ષયોપશમથી નમ્રતા, સરળતા પ્રગટે છે. યારિત્રમોહનીયના ક્ષયોપશમથી સંકલ્પબળ પ્રગટે છે.